ત્રિપુટીએ રાજકોટ, વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં 100 જેટલી કાર વેચી નાખી14 વૈભવી કાર ચોરી અડધી કિંમતે વેચી નાંખવાના કૌભાંડનો પર્દાફાશ : વડોદરા પોલીસે આઠ વૈભવી કાર કબ્જે કરી :

રાજકોટ તા.14
દિલ્હી ઉપરાંત રાજસ્થાન, હરીયાણા તથા પંજાબથી લક્ઝુરિયસ કારની ચોરી કરીને નકલી દસ્તાવેજોથી ગુજરાતમાં અડધી કિંમતમાં વેચવાના આંતર રાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગેંગનો માસ્ટર માઈન્ડ તરુણ નાથાણી હાલમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પાસે પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. વડોદરા સહિત રાજયમાં વેચવામાં આવેલી રૂ. 1.88 કરોડની શો-રૂમ પ્રાઈઝ ધરાવતી કુલ 8 કાર કબજે કરવામાં આવી છે

વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં વડોદરા ઉપરાંત રાજકોટ,સુરત,અમદાવાદ સહિતના શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન તરુણ નાથાણી તથા અમદાવાદના ગુડું અંસારી તેમજ રાજસ્થાનના શકીલે મળી 100 જેટલી કાર બોગસ દસ્તાવેજના આધારે વેચી નાંખી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે તરુણનો કબ્જો મેળવવા તથા અન્ય બે આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

આ આંતરરાજ્ય કૌભાંડની જાણવા મળતી વિગતો મુજબ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી શહરેમાં તથા જિલ્લામાં વૈભવી કારની ચોરી કરતી ગેંગને ઝડપી લેવા પી.સી.બી પી.આઈ આર.સી.કાનમિયા તથા ટિમ તપાસમાં હતી.દરમિયાન બોગસ કાગળોના આધારે કાર વેચવાનું કૌભાંડ ચાલતું હોઈ પોલીસે આવી કાર કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી.દરમિયાન દિલ્હી પોલીસે આ કારસ્તાનના માસ્ટર માઈન્ડ તરુણ નાથાણીને ઝડપી લીધો હતો.

પીસીબી પીઆઈએ કાનમિયાએ જણાવ્યું હતુ કે, દિલ્હી, રાજસ્થાન, પંજાબ સહીતના રાજ્યોમમાંથી લક્ઝુરિયસ કારની ચોરી કરીને નકલી દસ્તાવેજોના આધારે ગુજરાતમાં વેચવાનું ષડયંત્ર ચાલે છે તેવી માહિતી મળી હતી. કૌભાંડનો મુખ્ય આરોપી તરુણ નાથાણી મૂળ ભાવનગર જિલ્લાના શિહોરનો વતની છે પરંતુ વડોદરામાં ગ્રાહકો શોધવા માટે અકોટા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
આ ગેંગમાં રાજસ્થાનનો શકીલ અને અમદાવાદનો ગુડ્ડુ અંસારી પણ સામેલ છે. જેઓ અંડર ગ્રાઉન્ડ થઈ ગયાં છે. શકીલ ચોર પાસેથી વાહનો ખરીદતો હતો. અમદાવાદનો ગુડ્ડુ ચોરીના વાહનોના નકલી ડોકયુમેન્ટસ બનાવતો હતો. આ ડોકયુમેન્ટસ તરુણને પહોંચાડવામાં આવતાં હતા અને તરુણ નાથાણી ગ્રાહકોને શોરુમ પ્રાઈઝ કરતાં અડધી કિંમતમાં વેચતો હતો.

પ્રાથમિક તપાસમાં યશ વિષ્ણુભાઈ કુકરેજા (રહે, વારસિયા), નિકુંજ અશોકભાઈ નાથાણી (રહે, ગોત્રી), દેવજી લામલજીભાઈ વાઘેલા (રહે, અંકલેશ્વર), વિજયસિંહ (રહે, રાજકોટ), વિજયસિંહ હાનુભા પઢીયાર (રહે, ગોત્રી સેવાસી રોડ), અમીત ગોપાલભાઈ કુકરેજા (રહે, વારસિયા) અને મનિષ હેમંતસિંહ ભટ્ટી (રહે,બોટાદ) છેતરાયા છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે,તરુણ નાથાણીને આકોટમાં ઓટો ક્ધસલ્ટન્ટની ઓફીસ છે.આ ત્રિપુટીએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજકોટ, વડોદરા,સુરત અને અમદાવાદમાં બોગસ દસ્તાવેજના આધારે 100 જેટલી કાર વેચી નાંખી હોવાની વિગત સામે આવી છે.

વડોદરા પોલીસે તપાસ દરમિયાન બે ટોયાટા ફોચ્ર્યુનર-રૂ.72 લાખ,બે ઈનોવા કિસ્ટા-રૂ.44 લાખ, એક હ્યુન્ડાઈ ક્રેટા-રૂ.17 લાખ, બે હોન્ડા સિટી-રૂ.13 લાખ, એક હ્યુન્ડાઈ 20 અસ્ટા-રૂ. 8 લાખ સહિત 1.88 કરોડની કાર કબ્જે કરી છે.પોલીસે વારસીયા રવિ પાર્કમાં રહેતાં વેપારી યશ કુકરેજાએ નોંધાવેલી ફરીયાદની તપાસ કરવા માટે તરુણની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને વડોદરા ખાતે તપાસ અર્થે લવાશે. નાસતા ફરતાં બે સાગરીતોને શોધવા માટે પી.સી.બી.ની ટીમો બનાવાઈ છે.

રાજસ્થાનનો શકીલ કાર ચોરતો,ગુડુ આ કાર ગુજરાતમાં લાવતો,તરૂણ તેના બોગસ દસ્તાવેજ બનાવી વેચી નાંખતો
મોંઘીદાટ કાર બોગસ કાગલોના આધારે વેચવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.આ ત્રિપુટી બે વર્ષથી વધુ સમયથી આ કારસ્તાન ચલાવતી હતી આ અંગે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજસ્થાનનો શકીલ રાજસ્થાન અને દિલ્હી પંજાબ અને હરિયાણામાં થી અલગ અલગ જગ્યાએથી લક્ઝુરિયસ કાર ની ચોરી કરતો હતો અને ગુડ્ડુ અંસારી નામના અમદાવાદના શખ્સને જાણ કરતો હતો અને ગાડી ના ફોટા મોકલતો હતો ત્યારબાદ ગુડ્ડુ અંસારી જયપુર જઈ શકીલ ને મળતો અને ત્યાંથી ગાડી લઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવી વડોદરામાં રહેતા તરુણ નાથાણીને આપતો હતો અને તરુણ નાથાણી મોંઘીદાટ ગાડીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેચી દેતો હતો.

આંતરરાજ્ય કાર ચોરીનો કૌભાંડનો કેવી રીતે થયો પર્દાફાશ
વડોદરાના વારસિયા રવિ પાર્ક સોસાયટીમાં રહેતાં વેપારી યશ વિષ્ણુભાઈ કુકરેજાએ ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી તરુણ નાથાણી (રહે, અકોટા ગામર્ડન પાસે), ગુડ્ડુ અનસારી (રહે, અમદાવાદ) તથા શકીલ (રહે, રાજસ્થાન) સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત વર્ષે પૂરની સ્થિતિમાં મારી રેન્જરોવર અને સ્વિફટ કાર ટોટલ લોસ થઈ હતી. હું સારી કંડિશનમાં સેક્ધડ હેન્ડ કાર શોધી રહયો હતો. ગત ઓકટોબર 2019માં મિત્ર દિપક યાદવ મારફતે તરુણ સાથે ઓળખાણ થઈ હતી. તરુણે મને ફોચ્ર્યુનર કારની ઓરિજનલ આર.સી. બુક, ઈન્સ્યોરન્સ, એનઓસી પીયુસી ડોકયુમેન્ટ બતાવ્યાં હતાં. જેની મેં ખરાઈ કરી હતી અને પછી રૂ. 20 લાખમાં ફોચ્ર્યુનર કાર ખરીદ કરી હતી. તરુણ કારના ડોકયુમેન્ટસ આપવા ગલ્લા તલ્લા કરતો હતો. 7મી જુલાઈએ પીસીબી પોલીસે જણાવ્યું હતું કે તમારી કાર ચોરીની છે.બાદમાં આ કાર ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું.


Comments