નિમણુંક / ભાજપના 11 મંડળોના હોદેદારો-કારોબારી સભ્યો નિમાયા
ભુજ. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે પ્રદેશ ભાજપ સાથે સંકલન કરીને સંગઠન નવ રચના અંતર્ગત બંધારણીય ઢબે જિલ્લાના 11 મંડળોના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરી હતી. જેમાં માંડવી શહેર-તાલુકો, મુન્દ્રા તાલુકો, અંજાર શહેર-તાલુકો, ગાંધીધામ શહેર-તાલુકો, ભચાઉ શહેર-તાલુકો અને રાપર શહેર-તાલુકા મંડળોના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી તેમ કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું.
Comments
Post a Comment