આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર-ગાંધીધામ શાખા દ્વારા તોલાની કૉલેજમાં નવા એડમિશન ની મેરીટ લિસ્ટ માં ગેર-રીત ના સંદર્ભમાં આવેદન પાત્ર આપવામાં આવ્યું

 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આદિપુર-ગાંધીધામ શાખા દ્વારા તોલાની કૉલેજમાં નવા એડમિશન ની મેરીટ લિસ્ટ માં ગેર-રીત ના સંદર્ભમાં આવેદન પાત્ર આપવામાં આવ્યું

આ વર્ષ દરમિયાન સેમિસ્ટર 1 માં પ્રવેશ કરતા વિદ્યાર્થી ની કોલેજ દ્વારા નીકળેલી મેરીટ લિસ્ટ માં કચ્છ યુનિવર્સિટી, કચ્છ અને UGC ની એડમિશન ગાઈડ લાઈન મુજબ મેરીટ બન્યું નથી જેમાં મોટી ગેરરીતિ થઈ છે*

તા 25/07/2020 ના રોજ BCOM સેમ્સ્ટર - 1 નું  મેરીટ લીસ્ટ તોલાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કૉમેર્સ અને તોલાની કૉમર્સ કૉલેજ દ્વારા નિકાળવામાં આવ્યું હતું.

તોલાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કૉમેર્સ દ્વારા સેમ્સ્ટર - 1 નું  મેરીટ લીસ્ટ નિકાળવામાં આવ્યું હતું જેમાં EWS કેટેગરી ના વિદ્યાર્થીઓનો લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જે EWS કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે મોટો અન્યાય છે

*તોલાની કૉમર્સ કૉલેજ દ્વારા નિકાળવામાં આવેલ મેરીટ લિસ્ટ માં પણ ગેરરીત નીચે મુજબ છે*

1.એપ્લિકેશન ફોર્મમાં  EWS કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ એ EWS સિલેક્ટ કર્યું હતું તેમનું નામ મેરીટ લિસ્ટ માં આવ્યું નથી અન્યથા જે વિદ્યાર્થીઓએ EWS  માં ટીક કરેલ નથી તેમનો એડમિશન થઈ ગયેલું છે

2.પેહલી મેરીટ લિસ્ટ માં ક્યાં નિયમ ના અનુસંધાન એ  SCHEDULE TRIBE (ST) કેટેગરી ના વિદ્યાર્થીઓને SCHEDULE CASTE (SC) કેટેગરી માં કન્વર્ટ કરવામાં આવ્યા છે, કચ્છ યુનિવર્સિટી ની 2020 -21 ની એડમિશન ગાઈડ લાઈન મુજબ 3 જા પ્રયત્ન પછીજ SCHEDULE TRIBE (ST) કેટેગરી ના વિદ્યાર્થીઓને SCHEDULE CASTE (SC) કેટેગરી માં કન્વર્ટ કરી શકાય।
 
             ઉપરોક્ત વિષયોને ધ્યાનમાં લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે 1 મેરીટ લીસ્ટ 2 દિવસમા રદ કરવામાં આવે અને નવું મેરીટ લીસ્ટ નિયમ અનુસાર બહાર કાઢવામાં આવે. જો આ મેરીટ લીસ્ટ રદ નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેમાં ઉભી થતી કોઈ પણ પરિસ્થિતિ ની જવાબદારી કોલેજ પ્રશાસન ની રહેશે

Comments