ક્રાઇમ આદિપુરમાંથી 4 મહિલા સહિત 7 જુગારી પકડાયા
ગાંધીધામ. આદિપુરના વોર્ડ-4/એ માં પોલીસે દરોડો પાડી ચાર મહિલાઓ સહિત 7 જુગારીને સાથે ઝડપ્યા હતા.આ બાબતે પીએસઆઇ એન.કે.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વોર્ડ-4/એ ના મકાન નંબર 197 આગળ ખુલ્લામાં જુગાર રમતા આશાબેન સુનિલ નાનવાણી, ભારતીબેન મહેશ આસનાણી, સંગીતાબેન રમેશકુમાર મેઘાણી, કવિતાબેન સુનિલ દેવનાણી, જયેશ રામચંદભાઇ કુકરાણી, મહેશભાઇ ખેમચંદ આસનાણી અને કમલભાઇ તુલસીદાસ સીરવાણીને રૂ.14,690 રોકડ અને 3 મોબાઇલ સહિત કુલ 16,190 ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.


Comments
Post a Comment