રાપર તાલુકા ના લાકડાવાંઢ ગામે પ્રેમ પ્રકરણ મા બે ના મોત



રાપર તાલુકા ના લાકડાવાંઢ ગામે પ્રેમ પ્રકરણ મા બે ના મોત

વાગડ સૌથી આગળ એ કહેવત અનુસાર વાગડ વિસ્તારમાં સામાન્ય બાબત મા ખુન કરવા એ સામાન્ય ધટના છે વાગડ વિસ્તારમાં અનેક હત્યા કાંડ સર્જાયા છે હજુ હમીરપર હત્યા કાંડની શાહી સૂકાઈ નથી ત્યાં રાપર તાલુકા ના લાકડાવાંઢ ગામે આજે એક પરણિત પુરુષ ના કુંવારી યુવતી સાથે ની પ્રણય લિલા ભારે પડી હતી અને જોતજોતામાં યુવતી ના પરિવારજનો એ આજે ખરા બપોરે ગામ ના પાદર મા આવેલ ખેતરમાં ખુની અંજામ આપ્યો હતો આ અંગેની જાણ બાલાસર પોલીસ ને થતાં પીએસઆઇ બી. જે. પરમાર ધટના સ્થળે પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા અને તપાસ દરમિયાન લાકડાવાંઢ ના ધર્મા કરશન કોલી. ની પુત્રી સિતા સાથે ગામ નો જ પાંચ સંતાનો ના પિતા બાબુભાઈ મેધાભાઈ કોલી ની આંખ મળી જતા પ્રણય ના ફાગ ખેલી રહ્યા હતા જયારે આ પ્રેમ પ્રકરણમાં જાણ થતાં એક સપ્તાહ અગાઉ આ બાબતે મરનાર યુવાન ના પરિવારજનો અને યુવતી ના પરિવારજનો વચ્ચે સમાધાન થયું હતું કે હવે થી છોકરા એ મલવા માટે ના આવવા નું એ બાબતે ની સમાધાન ની વાત થઈ હતી છતાં આજે આ બાબતે જે પણ મનદુઃખ હોય તે અંગે બપોરે સાડા બાર વાગ્યે સીતા ના પિતા ધર્મા કરશનભાઈ કોળી. સતીષ ધર્મા કોળી. ગોકળ ધર્મા કોળી. શિવા ધર્મા કોળી અને હરેશ ભુરા કોળી ( ધર્મા કોળી નો ભાણેજ એ) ધારીયા. કોદાળી. દોકા વડે બાબુ મેધા કોળી નું ઢીમ ઢાળી દીધું હતું તો આ બાબતે ની જાણ છોકરી સીતા ધર્મા કોળી ને થતાં તે પણ ધર મા ટુંપો ખાઈ મોત વહાલું કર્યું હતું આ  બન્ને ની લાશો રાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી અને આ અંગે જાણ થતાં બાલાસર પીએસઆઇ બી. જે. પરમાર. તાલુકા મામલતદાર એચ. જી પ્રજાપતિ. રાજકુમાર આહિર. જીતેન્દ્ર પરમાર દશરથસિંહ જાડેજા. વિક્રમ દેસાઈ. સંજય રાઠોડ અમરસિંહ મોરી. હિતેન્દ્ પ્રજાપતિ વિગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે

(Report) shyam charan



Comments