ચીન પર ભારતની બીજી ડિજિટલ સ્ટ્રાઇક, હવે વધુ 47 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ચીન પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોથી જાણ થઈ છે. આ પહેલા ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રતિબંધિત એપ્સમાં મોટા ભાગે ક્લોનિંગવાળી એપ્સ શામેલ છે. એટલે કે આ એપ્સ થોડા સમય પહેલા બેન કરાયેલ એપ્સના ક્લોન તરીકે કામ કરી રહી હતી. આ એપ્સ પર યુઝર્સના ડેટાને જોખમ હોવાનો આરોપ છે. ભારતે ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહી ગલવાન ખીણમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલ ઝડપ બાદ શરૂ કરી હતી. જો કે, આપને જણાવી દઈએ કે હાલ આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

પરંતુ એક આધિકારિક સૂત્રે જણાવ્યું કે ચીની એપ્સનું સતત રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે અને એ જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ એપ્સને ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે અમુક એપ્સ તો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોવની જાણ થઈ છે. જ્યારે અમુક એપ્સ ડેટા શેયરિંગ અને ગોપનિયતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

Comments