ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા વર્ગ -૧ તથા વર્ગ -૨ ની ભરતીના પરીણામમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજ બનાવનાર આરોપીને પકડી પાડતી સેકટર -૭ પોલીસ સ્ટેશનની ટીમ

જી.પી.એસ.સી.ની વેબસાઇટ ઉપર ગુજરાત વહીવટી સેવા વર્ગ -૧ , ગુજરાત મુલ્કી સેવા વર્ગ -૧ અને વર્ગ -૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ - રની ભરતીનું પરીણામ જાહેર કરેલ , જે પરીણામના મેરીટ ક્રમાંક ૧૩ માં ફાલ્ગન જયતિલાલ પંચાલનાઓ પસંદગી પામેલ તેની જગ્યાએ પોતાનું નામ તથા જન્મ તારીખ સુધારી નાયબ કલેકટરની નોકરી મેળવવા ખોટો દસ્તાવેજ બનાવી જી.પી.એસ.સી.ની કચેરીએ રજુ કરેલ હોય જે બાબતે ફરીયાદી ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનરની કચેરી , સેકટર -૧૦ એ , ગાંધીનગરના નાયબ સેકશન અધિકારી ગૌરવ જગમાલભાઇ ચાવડાનાઓએ સેકટર -૭ પો.સ્ટે . ફરીયાદ આપતા સેકટર ૭ પો . સ્ટે . ગુ.ર.નં .૧૧૨૧૬૦૦૮ ૨૦૦૪ પ ૬ / ૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૬૫ , ૪૭૧ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ જે આરોપીને પકડી પાડવા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓએ સુચના કરેલ જે અંગે એમ.કે.રાણા , નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા અમારા માર્ગદર્શન હેઠળ એમ.બી.સિંધવ , પોલીસ સબ ઇન્સપેકટર , સેકટર -૭ પો.સ્ટે . ગાંધીનગરનાઓએ આરોપ ભાવિક જયતિલાલ અડીયેચા રહે . ૭ પ , ચીત્રકુટ નાં ૨ , અંજાર , કચ ૭ નાઓને તા .૧૮ / ૦૭ / ૨૦૨૦ ના રોજ પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે તા . ૧૮ / ર ૦૨૦ .

Comments