કાર્યવાહી મનફરામાં સસલાના શિકારના મુદ્દે ગુન્હો નોંધાયો,આરોપીને પકડવા તજવીજ

વન વિભાગના અધિકારી સહિતનાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો



ભચાઉ. ભચાઉના મનફરા વિસ્તારમાં ૩ યુવકો સસલાનો શિકાર કરી તેની મિજબાનીની તૈયારી કરતા હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વનવિભાગ તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યું હતું.પૂર્વ કચ્છ વનવિભાગ દ્વારા આ મુદ્દે ગુન્હો નોંધી આરોપીઓને
પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ફોટો મનફરા વિસ્તારનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.આ બાબતે ભચાઉ RFO વિક્રાંતસિંહ જાડેજા દ્વારા મોડી રાત્રે વન્યજીવન સંરક્ષણ ધારા 1972 અંતર્ગત કલમ 9,39,50 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.આ સર્ચ ઓપરેશનમાં પૂર્વ કચ્છ પોલીસ પણ સંયુક્ત રીતે જોડાઈ છે.

મોટા માથાઓ શિકારના શોખીન
ભચાઉ અને વાગડ પંથકમાં મોટા માથાઓ શિકારની પ્રવૃત્તિ શોખ માટે કરે છે,અને તેના માટે પાક રક્ષણના નામે ભડાકાઓ પણ કરે છે.કેટલીક વખત મહેમાનોને રાજી કરવા અને પોતા પાસે હથિયાર છે તે બતાવવા શિકાર કરી નિર્દોષ જીવોની મિજબનીઓ પણ કરી લે છે.

Comments