કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતનું પ્રથમ ધન્વંતરી ઉપવન, જેમાં રોપાયા 4 હજાર ઔષધિય છોડ


ભુજ. કચ્છ યુનિવર્સિટી સંકુલમાં સવા એકરમાં 4 હજાર ઔષધીય પ્લાન્ટને આવરી લેતા ગુજરાતના પ્રથમ ધન્વંતરી ઉપવનનું ઉદ્દઘાટન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું. તો બીજી તરફ યુનિવર્સિટી લોકો સુધી પહોંચી શકે તે માટે ડીજીટલ લોન્ચિંગ તેમના હસ્તે વિમોચન કરાયું હતું. રવિવારે સવારે શિક્ષણમંત્રીના હસ્તે ધનવંતરી ઉપવનનું ઉદ્દઘાટન કરાયું હતું. અમદાવાદની શ્રીશ્રી રવીશંકરની એક એનજીઓએ કચ્છ યુનિવર્સિટીથી એક મહત્વના અને સૌથી મોટા પ્લાન્ટની શરૂઆત કરી છે.

4 હજાર ઔષધીય પ્લાન્ટ એકથી સવાર એકર જમીનમાં વાવણી કરાયા છે. જેમાં લીંબડા, ગુલમહોર, સરગવો, શરૂ, દાડમ, તુલસી, જાંબુ સહિતના રોપા વવાયા છે. ગુજરાતમાં આવેલી તમામ યુનિવર્સિટી કરતા પહેલી કચ્છ યુનિવર્સિટીની પસંદગી આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. રવિવારે કારગીલ યુદ્ધનો વિજય દિવસ છે એની સાથે સાથે ધનવંતરી ઉપવનનું ઉદ્દઘાટન પણ શિક્ષણમંત્રીના હસ્તે કરાયું હોવાનું વાઇસ ચાન્સેલર જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટી લોકો સુધી પહોંચી શકે તે માટે ડીજીટલ લોન્ચિંગ કર્યું છે. મોટીવેશન થોટ્સથી લોકો સુચી પહોંચી શકાય એમ છે.

Comments