ભચાઉમાં એન્જિનિયર્સની દુકાનમાં ચાલતા હુક્કાબારમાંથી બેની અટક


  • પર્દાફાસ : જુદા જુદા ફ્લેવર્સના બે હુક્કા મળી 10 હજારનો મુદ્દામાલ જપ્ત

  • ભચાઉ. ભચાઉના કારિયાધામ ખાતે ચાલી રહેલા હુક્કાબાર પર પૂર્વ કચ્છ એલસીબીએ ત્રાટકી અલગ અલગ ફ્લેવરના બે હુક્કા અને અલગ ફ્લેવરના બે ડબ્બા સહિત કુલ રુ.10,350 નો મુદ્દામાલ જપ્ત કરી બે જણાની અટક કરી ગુનો નોંધાવ્યો હતો.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એલસીબીની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમીયાન મળેલી બાતમીના આધારે કારીયાધામની સામે આવેલી વિશ્વકર્મા એન્જિનિયર્સ વર્કસ નામની દુકાનની અંદર બનાવેલી ઓફિસમાં દરોડો પાડી ભચાઉ કારીયાધામ પાછળ રહેતા હિતેષભાઇ ડાહ્યાભાઇ લુહાર અને દરબારગઢમાં રહેતા શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને અલગ અલગ ફ્લેવર્સના બે હુક્કા, જુદા જુદા ફ્લેવર્સના તમાકુના બે ડબ્બા અલગ અલગ ફ્લેવર્સ તમાકુના 53 પેકેટ મળી કુલ રૂ.10,350 ના મુોદ્દામાલ સાથે અટક કરી તેમના વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. 

Comments