માંડવી બાગમાં 18 વર્ષીય યુવતી તળાવમાં ડૂબી જતાં મોત


બાગમાં 18 વર્ષીય યુવતી તળાવમાં ડૂબી જતાં મોતને ભેેટી

માંડવી તરવૈયાની ટીમ બોલાવી લાશને શોધી કાઢાઇ

માંડવી. માંડવી તાલુકાના બાગવાડી વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય શંભાળતા પરિવારની 18 વર્ષીય યુવતી ગાયોના તબેલામાં વહેલી સવારે આવી હતી. અને અચાનક તબેલાથી દુર આવેલા તળાવમાં જઇને ડુબી જવાની ઘટના બનતાં તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ કરીને મરણજનારની લાશને શોધી કાઢવામાં આવી હતી. સત્ય હકિકતની તપાસ પોલીસ ચલાવી રહી છે.

બાગવાડી વિસ્તારમાં રહેતા મુળજીભાઇ રામજીભાઇ નાકરની વાડીમાં ગાયોના તબેલાની શંભાળ રાખતા ઇશાકભાઇ હારૂનભાઇ સમા (ઉ.વ.55)ની દિકરી રોશનબાઇ ઇશાક સમા (ઉ.વ.18) સવારે છ વાગ્યની આસપાસ ગાયોને દોહવા માટે તબેલામાં ગઇ હતી. અને બહાર નીકળીને અચાનક વાડીથી દુર તળાવમાં ડુબી જઇ મરણ જતાં યુવતીએ પોતાના જીવનનો અંત કેમ ટુંકાવ્યો તે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે. વહેલી સવારે બનેલી ઘટનાને પગલે પાલિકાના કાઉન્સિલર નરેનભાઇ સોની અને સલાયાના તરવૈયાની ટીમે તળાવના કિનારા પર નાખીને મહામહેનતે તળાવમાંથી લાશને શોધી કાઢવાની જહેમત ઉઠાવી હતી. માલધારી પરિવાર મુળ ભુજ તાલુકાના બાઉખા ગામના છે, અને પોતાની રોજગારી મેળવવા માટે બાગમાં નાકરની વાડીમાંસ્થાઇ થયા હતા.

Comments