નિમણુક કચ્છના 3 ફરજમોકુફ PSIની સીઆઈડી ક્રાઈમમાં નિમણુક

ગાંધીધામ. ગાંધીનગરના સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝના મહાનિર્દેશક દ્વારા રાજ્યના 11 ફરજમોકુફ કરાયેલા પીએસઆઈને પુનઃ સ્થાપિત કરીને સીઆઈડીમાં નિમણુક આપવાના આદેશ છુટ્યા હતા. જેમાં કચ્છના પણ ત્રણ પીએસઆઈનો સમાવેશ થાય છે.સીઆઈડી ક્રાઈમના અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરીમાંથી છુટેલા હુકમ અનુસાર અગાઉ પુર્વ કચ્છમાં ફરજ નિભાવતા વી.આર. ડાંગરને પુનઃ સ્થાપિત કરીને કચ્છના ભુજ ઝોનમાં ડી.પો. ઈન્સ્પેક્ટર ખાતે નિમણુક કરાઈ હતી. આવીજ રીતે પશ્ચીમ કચ્છમાં અગાઉ ફરજ નિભાવી ચુકેલા એસ.એ.ગઢવીને ટેબલ 4બી, રીડર ક્રાઈમ અને વી.બી.વસૈયાને વી.બી. ચૌધરીનાને વધારાના ચાર્જમાંથી મુક્ત કરતા કચેરી અધિક્ષક (ક્રાઈમ) તરીકે નિમણુક કરાઈ હતી.






Comments