મોરબીમાં વધુ ૨ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા કુલ 56 કેશ



રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ મોરબીના દરબારગઢ , સંઘવી શેરીમાં રહેતા 60 વર્ષના પુરુષનો ગઈ કાલે લેવાયેલ રિપોર્ટ પોઝિટિવ આવેલ છે . હાલ તેઓ ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલુમ પડેલ નથી . તેમજ ગઈ કાલે દરબારગઢ વિસ્તારની સુથાર શેરી મા પોઝિટિવ જાહેર થયેલ 53 વર્ષ ના પુરુષ ના પત્નિ ઉંમર વર્ષ 48 નો પણ રીપોર્ટ પોઝિટિવ જાહેર થયેલ છે . હાલ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મા છે . ( આ દર્દી કન્ટેન્ટમેટ ઝોન માથી હોઇ નવો ઝોન જાહેર કરવાનો રહેતો નથી . ) મોરબી ની વિવિધ આરોગ્ય સંસ્થા ખાતે થી કુલ 91 સેમ્પલ લેવામાં આવેલ હતા . જે પૈકી 6 સેમ્પલ ટેકનિકલ કારણોસર રદ થયેલ છે . બાકીના તમામ 85 સેમ્પલ નેગેટિવ જાહેર થયેલ છે .

Comments