સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી
છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદે ગઈકાલે રવિવારે સૌરાષ્ટ્ર્ર–કચ્છ અને રાયના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જી દીધા બાદ આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બે દિવસ માટે કચ્છ,જામનગર, પોરબંદર, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ થશે.
સૌરાષ્ટ્ર્ર કચ્છ ઉપરાંત ગુજરાતમાં ભચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ,મહીસાગર, નર્મદા અને તાપી જિલ્લામાં અમુક સ્થળોએ અતિભારે અને અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે


Comments
Post a Comment