કોરોનાનો કહેર ગાંધીધામના કોરોનાગ્રસ્તને ભુજમાં મોડી રાત્રે દાખલ કરાયા, સાંજે મોત વધુ એકનો ભોગ લેતાં મોતનો કુલ્લ આંક 12 થયો છે
ભુજ. કચ્છમાં ઝડપભેર પ્રસરી રહેલા કોરોનાએ વધુ એકનો ભોગ લેતાં મોતનો કુલ્લ આંક 12 થયો છે. ગાંધીધામના વૃધ્ધને રવિવારની મોડી રાત્રે ભુજમાં ખસેડાયા હતા અને સોમવારની સાંજે તેમણે દમ તોડ્યો હતો. બીજી બાજુ વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગાંધીધામના ભારતનગરમાં રહેતા 61 વર્ષના ભગવાનજી વાલજી સથવારાને મોડી રાત્રે 1.30 વાગ્યે કોરોનાના લક્ષણો સાથે દાખલ કરાયા હતા. દરમિયાન તેમના પરીક્ષણમાં કોવીડ-19નું સંક્રમણ હોવાનું જણાયું હતું. ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડિત દર્દીને બાયપેપ અને વેન્ટીલેટર સહિતની સારવાર અપાઇ હતી જે કારગત નીવડે તે પહેલાં સાંજે 4.53 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Comments
Post a Comment