કચ્છમાં જુગારની મોસમ જામી: 16 ખેલીઓ 6 લાખના મુદ્દામાલ સાથે જબ્બે

શ્રાવણ માસ શરૂ થયા તે પૂર્વે જુગારના શોખીનોએ પડો માંડવાનું ચાલુ કરી દીધુ છે. પશ્ચિમ કચ્છમાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડો પાડીને 16 જુગારીઓને 6,10,910ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

માધાપર નજીક ગટરના છેલ્લામાં જુગાર રમતા બે શખ્સ પોલીસની ઝપેટમાં ચડ્યા
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસે નેત્રા ગામે નરેન્દ્ર ઉર્ફે નદીયો પરસોતમ સોનીની વાડીમાં પોલીસે બાતમીના આધારે મધ રાત્રે અઢી વાગ્યાના અરસામાં દરોડો પાડીને નેત્રા ગામના શંકરભાઇ ગોવિંદભાઇ ગોસ્વામી, નરેન્દ્ર ઉર્ફે નદીયો પરસોતમ સોની ધનશ્યામ ઉર્ફે કીર્તીભાઇ પ્રાગજીભાઇ સોની, સુખપર રોહાના ઇસ્માઇલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ, તેમજ મહમદ હનીફ અલીમામદ કુંભાર, ટોડિયાના ઇસ્માઇલ જાફર પીંજારા, દિનેશ ખેતશીભાઇ કુંવટ, અને રવાપરના ધર્મેન્દ્ર ભાણજીભાઇ ચૌહાણ, પરાગ સુરેશભાઇ જોષી, અશ્વિન શાંતિલાલ સોની, કિરીટભાઇ વલ્ભજી ભાનુશાલી, રફીક ઇબ્રાહિમ ઠુડીયા, હનીફ ઉર્ફે હનીયો કકલ સહિત 13 જણાઓને ધાણીપાસાનો જુગાર રમતા 72,700 રોકડ રૂપિયા તેમજ 26,500ના દસ મોબાઇલ અને 4 લાખ 80 હજારના છ વાહનો તેમજ 50 રૂપિયાની એક એલઇડી લાઇટ સહિત 5,79,250ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા તમામ વિરૂધ નખત્રાણા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પિન્કરાજસિંહ સોલંકીએ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Comments