પેટાચૂંટણી ભુજમાં અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ભુજ આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ભુજ મધ્યે વિધાનસભાના નિરીક્ષક અને ગુજરાત સરકાર ના મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જી, ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી કે.સી.પટેલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય શ્રીઓ, આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.



ભુજ. કચ્છમાં કોવિડ-19ના હાહાકાર વચ્ચે અબડાસા વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે રવિવારે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઇ હતી. જેમાં બેઠકમાં શિક્ષણમંત્રી અને ભાજપના પ્રદેશ મહામંત્રીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ચૂંટણી જીતવી હોય તો સૌ પ્રથમ બુથ જીતવું પડે, માટે અગાઉના પરિણામોના આધારે બુથનું પરિણામ આ ચૂંટણીમાં ઉજળો રહે એવી તકેદારી રાખવાની બુથ સ્તરના કાર્યકરોની ખાસ જવાબદારી બની રહે છે.

કચ્છમાં નર્મદા નહેર વિશે પણ તેમણે જણાવ્યું હતું કે, સરકાર આ દિશામાં કચ્છના શ્રેષ્ઠ હિત ને ધ્યાને રાખીને ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી ડિજિટલ મોરચે લડવી પડશે જેમાં આઈ.ટી. અને સોશિયલ મીડિયાનો ખૂબ સિંહફાળો રહેવાનો છે. વિધાનસભા બેઠક અંતર્ગત આવતા મંડલો તેમજ જિલ્લા પંચાયત બેઠક મુજબ આઈ.ટી.એસ.એમના માળખાનું પણ તેમને ગઠન કર્યું હતું. અંતે તેઓએ માઈક્રો લેવલના બૂથ મેનેજમેન્ટ અને બ્રહ્માસ્ત્ર લેખાવી “મેરા બુથ, સબસે મજબૂત” સૂત્રને આત્મસાત કરવા હાકલ કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે અબડાસાની બેઠકમાં વિજય પ્રાપ્ત કરવા પક્ષના કાર્યકરો પુરી તાકાતથી મેદાનમાં ઉતરી ચૂક્યા હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં અમૂલ ડેરીના વાઈસ ચેરમેન બનવા બદલ વલ્લમજી હુંબલનું વિશેષ સન્માન કરાયું હતું.

Comments