મહાનાયક / અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

  • ટ્વિટ કરી કહ્યું- છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલ તમામ ટેસ્ટ કરાવી લે.
  • બચ્ચનના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે
  • મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. 

    આ અગાઉ પણ 77 વર્ષિય અમિતાભ બચ્ચનને અનેક વખત રુટીન ચેક અપ માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

Comments