ગાંધીધામ વર્તમાન સિઝનમાં દિવસ દરમિયાન વરસેલા ધીમી ધારના વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રથમ વરસાદે અનેક વિસ્તાર વરસાદી પાણી ભરાયાં
ગાંધીધામ પ્રથમ વરસાદે જ તંત્ર ની પોલ ખોલી નાખી શહેર ના અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા તો ક્યારેક વરસાદી પાણી ભરાયાં તસવીર માં કાર ચાલક ફસાયો ખાડા માં
ગાંધીધામ. વર્તમાન સિઝનમાં આજે દિવસ દરમિયાન વરસેલા ધીમી ધારના વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં બફારાનો સામનો કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પાલિકાની નબળાઈ બહાર આવી ગ ઈ હતી.શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી નો નિકાલ અટકતા ભરાયેલા પાણીને કારણે યાતના સહન કરવાની નોબત આવી હતી.પોણા બે ઈચથી વધુ વરસેલા વરસાદની મોજ માણવા લોકો ધરની બહાર નીકળ્યા હતા.સોમવારે વહેલી સવારથીજ મેધરાજાની પધરામણી થઈ હતી.બપોરના બે કલાક સુધી 22એમ.એમ અને ત્યાર બાદ4થી 6સુધી 22એમ.એમ અંદાજે વરસાદ પડયાના સંકેત મળી રહયા છે.
નગરપાલિકા દ્વારા પ્રિ મોનસુન કામગીરીમાં વેઠ ઉતારાતાં તેનો ભોગ રહીશો બની રહ્યા છે. તાજેતરમાં માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ પાણી નિકાલની કોઇ વ્યવસ્થા ન હોતાં પાણી ઘરમાં ભરાઇ જાય છે. સૌથી વધારે આનો ભોગ વોર્ડ 1એ,4એ તેમજ 4બીના રહેવાસીઓ બને છે. પાલિકાની કામની નબળાઇને કારણે દર વર્ષે વરસાદમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાય છે.
Comments
Post a Comment