અકસ્માત ટાગોર રોડ પર બોલેરો ચાલકે ગાયને અડફેટે લીધી


માર્ગો પર મુક પશુઓનો ફરી વધતો જમાવડો
ગાંધીધામ. ગાંધીધામના લોકડાઉન બાદ ફરી ધમધમતા બનેલા ટાગોર રોડ ઉપર પૂરપાટ જઇ રહેલા એક બોલેરો ચાલકે ગાયને અડફેટે લેતાં ગાયને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને કારણે ટાગોર રોડ પર પસારથતા ગૌપ્રેમી યુવાનોએ તાત્કાલિક ફોન કરી ગાયને સારવાર અપાવવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવને કારણે ટાગોર રોડ પર ટ્રાફીક જામ થયો હતો. અકસ્માત સર્જનાર બોલેરો ચાલક નાસી ગયો હતો. ટાગોર રોડ સહિતના શહેરના માર્ગો પર મુક પશુઓ ટ્રાફિક માટે બાધારૂપ બની રહ્યાનો સૂર પણ ઉભો થઇ રહ્યો છે.

Comments