ગેંગસ્ટાર વિકાસ દુબે ઠાર / પોલીસે કહ્યું- ગેંગના 12 વોન્ટેડ હજુ બાકી; એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર વિકાસને 3 ગોળી છાતી અને એક ખભાના ભાગે વાગી
- વિકાસની ધરપકડ ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં થઈ હતી
- UP એસટીએફ વિકાસને ટ્રાંજિટ રિમાન્ડ પર કાનપુર લઈ જઈ રહી હતી
કાનપુર.
કાનપુરના બિકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી. IG મોહિત અગ્રવાલે માત્ર એટલું જ કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સ કરીશું એમાં તમામ માહિતી આપીશું.
ગાડી પલટી ખાઈ ગયા પછી પોલીસ પાસેથી પિસ્તોલ છીનવીને વિકાસ હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેને સવારે 7 વાગ્યેને 5 મિનિટે મૃત જાહેર કરી દેવાયો હતો. વિકાસની ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ધરપકડ કરાઈ હતી.તો આ તરફ કાનપુરના LLR હોસ્પિટલના ડોક્ટર આરબી કમલે જણાવ્યું કે, ઘાયલ ત્રણ પોલીસકર્મીઓની હાલત સ્થિર છે.અને વિકાસ દુબેને ત્રણ ગોળી છાતીના ભાગમાં અને એક ખભાના ભાગે વાગી છે.
UP પોલીસે કહ્યું- અમે આત્મસુરક્ષામાં ગોળી ચલાવી
ADG પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં એન્કાઉન્ટર અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગાડી પલટાયા પછી વિકાસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેને એક જવાનની પિસ્તોલ છીનવી લીધી હતી. અમે વિકાસને સરેન્ડર કરવા માટે કહ્યું પણ તેને ફાયરિંગ કરી દીધું હતું. પોલીસે બચાવવામાં સામે ગોળી ચલાવી હતી, જેમાં તે ઘાયલ થયો હતો. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેને ડોક્ટર્સે મૃત જાહેર કરી દીધો હતો. હાલ ગેંગના 12 વોન્ટેડ ગુનાખોરોની તપાસ ચાલી રહી છેવિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. દુર્ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો સામે પોલીસની કાર્યવાહીમાં તે ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને સવારે 7 વાગ્યેને 55 મિનિટ પર મૃત જાહેર કરાયો હતો. વિકાસની લાશમાંથી કોરોનાની તપાસ માટે સેમ્પલ પણ લેવાયા છે.
ભારે વરસાદના કારણે ગાડી પલટી, ચાર જવાન પણ ઘાયલ
દુર્ઘટના અંગે UP એસટીએફના અધિકારી પણ કંઈ કહેતા નથી. માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ગાડી પલટી હતી. એન્કાઉન્ટરમાં STFના ચારજવાનોના ઘાયલ થયા છે.
Comments
Post a Comment