જૂનાગઢમાં મહિલા પીએસઆઈને એક બુટલેગરે કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ - ઈજા પહોંચાડતા સનસનીખેજ મચી ગઈ હતી.
જૂનાગઢ, :. જૂનાગઢમાં મહિલા પીએસઆઈને એક બુટલેગરે કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ - ઈજા પહોંચાડતા સનસનીખેજ મચી ગઈ હતી.
આ બનાવમાં પોલીસે આરોપીની અટકાયત કરી તેને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે.
આ બનાવની વિગતો એવી છે કે જૂનાગઢ ડિવીઝનના મહિલા પીએસઆઈ વી.કે. ઉંજિયા નામના વહેલી સવારે પ્રોહી ડ્રાઈવને લઈને પંચેશ્વર વિસ્તારમાં સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.
ત્યારે ગાંધીગ્રામનો બુટલેગર સંદિપ ઉર્ફે સંજય કરમણભાઈ મકવાણા જીજે ૦૧ એચજે ૪૬૪૨ નંબરની કારમાં નિકળતા તેને રોકોવાનો ઈશારો કરેલ.
પરંતુ આ શખ્સ રોકાયેલ નહિ આથી પીએસઆઈ ઉંજીયાએ પોતાનુ ખાનગી મોટર સાયકલ આડી નાખી સંદીપને રોકવાનો પ્રયાસ કરતા કાર વી.કે. ઉંજીયા ઉપર નાખી તેમને બાઈક સાથે ફંગોળી દીધા હતા. જેમાં તેણીને ગોઠણના ભાગે ઈજા થઈ હતી.
આમ સંદિપ ઉર્ફે સંજયે પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને પીએસઆઈની હત્યાની કોશિષ કરતા સનસનાટી મચી જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ શખ્સની અટકાયત કરી તેને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવેલ છે. વિશેષ તપાસ ઈન્ચાર્જ પી.એસ.આઈ. જે.પી. ગોંસાઈ ચલાવી રહ્યા છે.
Comments
Post a Comment