પાલરા ખાસ જેલમાંથી દુષ્કર્મની સજા ભોગવતા કેદી પાસેથી 2 મોબાઇલ મળ્યા

ભુજ. ભુજની પાલરા ખાસ જેલ ખાતે ત્રણ માસ દરમિયાન બે વખત મોબાઇલ મળી આવવાની ઘટના સામે આવી છે ગત 28મેના કેદીના બેરેકની સામેની ગટરની ચેમ્બરમાંથી મોબાઇલ મળી આવ્યો હતો જ્યારે રવિવારે સાંજે પાલરા જેલ ખાતે ચેકિંગમાં આવેલી અમદાવાદ ડીજી વિઝીલીયન્સ સ્કોડને જેલમાં દુષ્કર્મની દસ વર્ષની સજા ભોગવતા ભુજના પાકા કામના કેદી પાસેથી બે મોબાઇલ મળી આવ્યા હતા. ઘટનાને પગલે ચકચાર સાથે તંત્રોમાં દોડધામ મચી જવા પામી છે. કેદી વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવીને મોબાઇલો કબજે કરીને એએસએલમાં મુકવા તજવીજ હાથ ધરાઇ છે.

બંદિવાન પાસેથી મોબાઇલો કબજે કરી એફએસએલમાં મુકવા તજવીજ કરાઇ
પ્રાપ્ત વિગતો મુજબ દેવશીભાઇ રમણભાઇ કરંગીયા (ઉ.વ.48) જેલર ગૃપ-2, ઝડતી સ્વોવોર્ડ જેલર અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, તેમની ટીમ પાલારા ખાસ જેલ ( ભુજ ) ખાતે રવિવારે ચેકિંગમાં માટે આવી હતી. પાલારા જેલમાં 376ના ગુનામાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદી સહેજાદ દાઉદ સુમરાના કબજામાંથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આરોપી પાસેથી મોબાઇલોનો કબજો લઇને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે તેના વિરૂધ ગુનો નોંધાવી મોબાઇલને આગળની ચકાસણી માટે એએસએલને સોંપવા તજવીજ હાથ ધરી છે.


બબ્બે વખત મોબાઇલ મળવાની ઘટનાથી સઘન તપાસ કરાઇ શરૂ
પાલારા જેલ પ્રતિબંધિત હોવા છતાં મોબાઇલ જેલની અંદર કેવી રીતે કેદીઓ સુધી પહોંચી જાય છે. તેમજ બંદીવાનો સુધી મોબાઇલ ધુસાડવામાં જેલ ખાતાના કોઇ કર્મચારી કે અન્ય કોઇ સડોવાયેલ છે, તેમજ કેદીએ આ મોબાઇલનો ઉપયોગ કર્યો છે.તે સહિતની ઉંડાણપુર્વકની ઘનિષ્ઠ તપાસ આદરાઇ છે.

Comments