દંડની રકમ જો પાછી નહિ ખેંચાય તો પાનના ગલ્લા વાળાઓ આંદોલન કરશે, હાઇકોર્ટમાં જવાની પણ ચીમકી

અમદાવાદ. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણને લઇ પાનના ગલ્લાઓ પર દંડ અને નોટિસ આપી બંધ કરાવતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પાન મસાલા શોપ્સ ઓનર્સ એસોસિયેશને જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અને કોર્પોરેશને કોરોના સંક્રમણના નામે મનમાની કરી અમુક રકમની દંડની જોગવાઈ કરી છે જે સરકાર કે કોર્પોરેશન દ્વારા પાછી નહિ ખેંચાય તો તેના વિરોધમાં રાજ્યના પાનના ગલ્લાવાળાઓ આંદોલન કરશે. તેમજ જરૂર લાગશે હાઈકોર્ટમાં પણ જઈશું.

પાનના ગલ્લાથીકોરોના ફેલાય છે તેમ માની દંડ કરવો યોગ્ય નથીઃ પાન મસાલા શોપ્સ ઓનર્સ એસો.
પાન મસાલા શોપ્સ ઓનર્સ એસોસિયેશને આગળ કહ્યું કે, લોકડાઉનમાં 73 દિવસ બંધ હતું ત્યારે પણ ગુજરાત દેશમાં બીજા જા નંબર પર હતું. પાનના ગલ્લાના કારણે કોરોના સંક્રમણ ફેલાય છે તેમ માની દંડ કરવો યોગ્ય નથી. જેથી આજે રાજ્યના તમામ ગામ અને શહેરોના મોટા પાનના ગલ્લાવાળાઓની મીટીંગ કરી રાજ્ય સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો.


Comments