સમસ્યા/ રતનાલ શાખા બેન્ક ઓફ બરોડા ની મનમાની
અંજાર તાલુકા ના રતનાલ ગામે રહેતા દિવ્યાંગ નંદલાલ સામજી આહીર તેમના પરિવાર માં 90%વધારે 3 દિવ્યાંગ ભાઈ બહેન છે, નંદલાલ ને ઇલેકશન વખતે કચ્છ ઇલેકશન આઇકોન સરકાર દ્વારા બનાવામાં આવ્યા હતા, તેમને પડતી મુશ્કેલી ઓ માટે સરકારી તંત્ર સામે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમને
કોઈ રિસ્પોન્સ મળતા નથી, મોર્નિંગ કચ્છ ની ટીમે તેમની મુલાકાત લેતા નંદલાલ ભાઈએ જણાવેલ કે હું બેન્ક ઓફ બરોડા રતનાલ શાખા, મારૂ સેવિંગ ખાતું છે, તેમાં હું લેતી, દેતી કરવા જાઉં શુ ત્યારે મને બેન્ક ની બહાર તડકાં માં કલાકો સુધી ઉભા રહેવું પડે પડે છે, આ અંગે મેં મેનેજર સાહેબ ને અનેક વખત રજુઆત કરેલ છે કે મારી 3વીલ વારી વિલચેર અંદર જાય એવી વવ્યથા કરી આપો પણ બેન્ક મેનેજર પેટ નું પાણી હાલતુ નથી, અને હું દિવ્યાંગ હોવાથી મારાં ઘરે મોબાઈલ રિચાર્જ તેમજ એસેસરીઝ દુકાન ચાલવું છું, તે ધંધા માટે મુદ્રા લોન અંગે બેન્ક ઓફ બરોડા મેનેજર ને વારંમ વાર
રજુઆત કરવા છતાં હું દિવ્યાંગ હોવાથી મને કોઈ મારાં પ્રશ્ર્ન અંગે કોઈ સાંભળ તું નથી .
Comments
Post a Comment