ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કરી સ્પષ્ટતા.. જાણો

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે શાળાઓ ખોલવામાં કોઈ ઉતાવળ કરવામાં નહીં આવે, બાળકોના સ્વાસ્થ્યના હિતમાં લેવાશે નિર્ણય. કોરોનાને લઈને અભ્યાસક્રમને ઓછો કરાશે. જ્યારે શાળાઓ ચાલુ કરવામાં આવશે ત્યારે પ્રથમ કોલેજો ત્યારબાદ હાયર સેકન્ડરી શાળાઓ ત્યારબાદ માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓને ચાલુ કરવા માટેનું આયોજન કરવામાં આવશે.
રાજ્યના શિક્ષકોની મોટી જીત થઇ છે, પ્રાથમિક શિક્ષકોનો 4200નો ગ્રેડપે યથાવત રહેશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષકો માટે ખુબ મોટા સમાચાર છે તે કહી શકાય કારણ કે, છેલ્લા ઘણા દિવસોથી શિક્ષકોની માંગ હતી. ત્યારે રાજ્ય સરકારે જૂના પરિપત્રને હાલ પુરતો રદ્દ કર્યો છે. આ પરિપત્ર 25 જૂનનો હતો અને 65 હજાર શિક્ષકોને અસરકર્તા નિર્ણય હતો.

2010 પછી ના શિક્ષકોને આ નિર્ણય થી ફાયદો થશે. શિક્ષકોને વિવાદાસ્પદ પરિપત્રથી 8000 થી વધુ નું નુકશાન થય રહ્યું હતું. સરકારે 25/6/19 નો પત્ર સરકારે રદ કર્યા છે. હવે એકપણ શિક્ષક ને આર્થિક નુકશાન નહીં થાય

આગામી સમયે હવે નીતિવિષયક પત્ર કરવામાં આવશે. આગામી બે મહિનામાં શિક્ષકો ને લાભ મળતો શરૂ થશે. 4200 ગ્રેડ પે લેવા હકદાર તમામ શિક્ષકો ને લાભ મળશે.

શિક્ષકના પે ગ્રેડનો વિવાદ શું છે

2019 રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો. પરિપત્રમાં 4200નો પે ગ્રેડ ઘટાડવામાં આવ્યો હતો. 4200 ના પે ગ્રેડને ઘટાડીને 2800 કરાયો હતો. પે ગ્રેડમાં પ્રમોશન અને આર્થિક આવકને નુકશાન હતું. હવે નવા ગ્રેડથી શિક્ષકોનું ફરી જુના ગ્રેડ મુજબ મળશે.




Comments