ગુજરાતમાં પાન-મસાલાના બંધાણીઓની હવેહવેથી પાન-મસાલા લાઈવ નહીં પણ પાર્સલ જ મળશે,કાલથી લાગુ થશે એક આકરો નિર્ણય

ગુજરાતમાં કોરોના હવે કાબુ બહાર જઈ રહ્યો છે. રોજના 900 પર કેસ આવી રહ્યા છે. એવામાં સરાકાર જરૂરી પગલાં પણ ભરી રહ્યું છે. ત્યારે હાલમાં જ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પાન-મસાલાના માત્ર પાર્સલ જ મળશે. પાન – મસાલા શોપ ઓનર્સ એસો.ને આવો નિર્ણય કર્યો છે.
સરકારે બહાર પાડેલા જાહેરનામાં પ્રમાણે પાન પાર્લર બહાર થૂંકવા બદલ રૂ.10000 દંડ ફટકારવામાં આવશે. ત્યારે હવે ગ્રાહકને પાન – મસાલાના માત્ર પાર્સલ આપવામાં આવશે. ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશનનો આ મહત્વનો નિર્ણય દરેક વ્યસ્ની લોકોએ ખાસ જાણવા અને પાનલ કરવા જેવો છે.


તો જો નવા નિયણ પ્રમાણે વાત કરવામાં આવે તો, આવતી કાલથી મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં નહીં આવે. ગ્રાહકને પાન-મસાલાના પાર્સલો આપવામા આવશે. દંડની રકમમા વધારો અને કોરોનાં સંક્રમણને લઇને આવો નિર્ણય લેવામાં આવે છે.

Comments