PMની લદ્દાખ મુલાકાત / ગલવાન હિંસાના 18 દિવસ પછી મોદી 11 હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા, જવાનો સાથે વાત કરી-ઘાયલ સૈનિકોને મળશે
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે છે.જોકે આજે અચાનક જ મોદી લેહની મુલાકાતે પહોંચ્યા છે. આ વિશે પહેલાં PM કે PMO દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહતી.
મોદીએ આજેનિમૂમાં 11 હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર આર્મી, એરફોર્સ અને ITBPના જવાનો સાથે વાત કરી હતી. નિમૂ ચીન સરહદથી માત્ર 250 કિમી જ દૂર છે.તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ એમએણ નરવણે પણ છે.મોદીએ જવાનોની વાતચીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે ગલવાન ઝપાઝપીમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ આજે મુલાકાત કરી છે.


Comments
Post a Comment