સુવિધા ટુ-વ્હીલરને સાઈડકાર જોડીને યુવકે ઓક્સિજન બોટલ સાથેની એમ્બુલન્સ બનાવી
અમદાવાદ. શાહપુરના એક યુવાને ટુ-વ્હીલર એમ્બુલન્સ બનાવી છે.જેમાં એક વ્યક્તિને ઘરથી હોસ્પિટલ લઈ જવા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ઘ કરાવવામાં આવી છે.
રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતી એક વ્યક્તિએ ગામડાના લોકોની સેવા માટે આવી એમ્બુલન્સ બનાવવા કહ્યું હતું. જેથી સાઈડકારનો વ્યવસાય કરતા ઉપેન્દ્ર ચૌહાણે આ એમ્બુલન્સ બનાવી છે. જેમાં પંખો, એર સરકયુલેશન માટેની વ્યવસ્થા, ઓક્સિજન બોટલ મૂકવાની જગ્યા તેમજ બુલેટની સીટની નીચે મેડિકલ બોક્સ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે.


Comments
Post a Comment