કચ્છમાં કોરોનાનો તરખાટ જારી :વધુ ૧૫ કેસ સાથે કુલ આંકડો 303 થયો

કચ્છમાં કોરોનાનો તરખાટ જારી :વધુ ૧૫ કેસ સાથે કુલ આંકડો 303 થયો :મુંબઈથી લખપત આવેલ આખો પરિવાર કોરોનાગ્રસ્ત
આદિપુરના પતિ પત્ની અને અંજારના વેલસ્પન કંપનીના વધુ બે કર્મચારીઓને કોરોના

 કચ્છમાં કોરોના તરખાટ મચાવી રહ્યો છે. આજે વધુ ૧૫ કેસ સાથે કોરોનાના દર્દીઓનો આંકડો ત્રણસોને પાર કરીને ૩૦૩ ઉપર પહોંચ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈથી વતન આવવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો એક આખો પરિવાર કોરોનાગ્રસ્ત થયો છે. લખપતના પ્રફુલગીરી હીરાગીરી ગોસ્વામી બે દિવસ પહેલાંજ પરિવાર સહિત મુંબઈથી આવ્યા હતા. તેમને, તેમની પત્નીને, બે પુત્રીઓ અને પુત્ર એમ ૫ જણને કોરોના ડિટેકટ થયો છે. તો, આદિપુરમાં પતિ પત્ની ગોપાલ માંગીલાલ પવાર તેમના પત્ની ચંદ્રિકા ગોપાલ પવાર ઉપરાંત અંજારના વેલસ્પન કંપનીના વધુ બે કર્મચારીઓ અને અન્ય એક, મેઘપર બોરીચી (અંજાર) ના એક પુરુષ, અબડાસાના દદામાપરના ૬૩ વર્ષીય પુરુષ, બીટા ગામના ૨૭ વર્ષીય પુરુષ, મુન્દ્રાના એક પુરુષ એમ કુલ ૧૫ જણાને કોરોના પોઝિટિવ આવ્યો છે.
કચ્છની કોરોના સંબધિત આજની આંકડાકીય પરિસ્થિતિ કોરોના પોઝિટિવ કુલ કેસ ૩૦૩, હોસ્પિટલમાં સારવાર હેઠળ ૯૯, સાજા થયેલા ૧૯૧ અને મૃત્યુ પામનારની સંખ્યા ૧૩ છે.





Comments