કોરોના માંડવીના ડોકટર કોરોના ઝપટમાં
માંડવી. માંડવી શહેરમાં એમ. બી. બી. એસ. ડોકટર હર્ષદ ઉદેશી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા માંડલીયા શેરીને કન્ટેઈન્મેન્ટ ઝોન એટલે કે પ્રતિબંધિત જાહેર કરાઈ છે. માંડલીયા શેરીને પાલિકા દ્વારા સેનીટાઇઝર કરવામાં આવ્યું હતું. આવવા જવાના બંને રસ્તાને સીલ કરી દેવાયા છે. મેડિકલ ઓફિસર કે. પી. પાસવાનના જણાવ્યા મુજબ તારીખ 21મી જુલાઈથી તેમનું દવાખાનું બંધ રાખ્યું હતું. કોરોના લક્ષણ તેમનામાં દેખાયા ન હતા. પરંતુ, રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રાથમિક રીતે તેમને તેમના ઘરે ડોક્ટ ઉદ્દેશીને સારવાર અપાઇ રહી છે. Local transmission ના કારણે ત્રણ દિવસ પહેલા શેરમા લક્ષ્મી ટોકીઝ પાસે પતિ અને પત્ની તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટર કોરોના ઝપટમાં આવ્યા હતા
Comments
Post a Comment