ગાંધીધામ પાલિકાના ચોકીદારે રિક્ષા હટાવવા કહ્યું તો માર પડી
ગાંધીધામ. કોરોના મહામારીના પગલે ભીડ ન થાય તે માટે સરકારના સૂચન મુજબ શનિ માર્કેટ ભરવાની મનાઇ કરવામાં આવી છે ત્યારે આ માર્કેટમાં ફરજ બજાવી રહેલા ગાંધીધામ નગરપાલિકાના ચોકીદારે રિક્ષા ચાલકને રિક્ષા લઇ લેવા કહ્યું તો રિક્ષા ચાલકે માર મારી જાતિ અપમાનિત કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે.
ગાંધીધામના જગજીવન નગરમાં રહેતા અન ગાંધીધામ પાલિકાના ચોકિદાર તરીકે ફરજ બજાવતા 58 વર્ષીય મગનભાઇ રાયશીભાઇ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.4/7 ના ગાંધીધામ પાલિકાના દબાણશાખાના ઇન્સ્પેક્ટર લોકેશ શર્માએ સવારે 8 વાગ્યાથી સેક્ટર-4 તથા સેક્ટર-5 વચ્ચે રોડ ઉપર ભરાતી શનિ માર્કેટ હાલ કોરોના મહામારીના સમયમાં હંગામી ધોરણે અન્ય જગ્યાએ ખસેડવા હુકમ કરેલો છે અને તેઓ અહીં કોઇ બજાર ભરે નહીં તે હેતુથી ચોકિદાર તરીકે ફરજ ઉપર તૈનાત હતા ત્યારે નગરપાલિકાની વોર્ડ ઓફિસ પાછળ આવેલી મેકરણ ડેરી પાસે એક પેસેન્જર રિક્ષા જુના કપડાના પોટલા ભરી ઉભી હતી જેને રિક્ષા લઇ લેવાનું કહેતાં તું કોણ છો મને કહેનાર તેમ કહેતાં ફરિયાદી મગનભાઇએ પાલિકાનો કાર્ડ બતાવી ચોકિદાર હોવાનું જણાવતાં ઉશ્કેરાયેલા રિક્ષા ચાલક દિપક લાલજીભાઇ દેવીપુજકે મગનભાઇને ધક બુશટનો માર મારી જાતિ અપમાનિત કર્યા હોવાની ફરિયાદ તેમણે નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment