રજૂઆત / વેપારીઓ દ્વારા સ્થાનિક નેતાઓની હાજરીમાં મંત્રી સમક્ષ સળગતા પ્રશ્નોનો ખડકલો
નખત્રાણા. નખત્રાણા ખાતે ચૂંટણીના પગલે આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસામા અને ભાજપના પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ સમક્ષ ગામના વિવિધ પ્રશ્નો ખડકલો કરવામાં આવ્યો હતો. તેમજ અધૂરા પડેલા કામો સ્તવરે શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સે માંગ કરી હતી. આ પ્રસંગે કચ્છના સ્થાનિક નેતાઓની પણ હાજરી હતી.
ચેમ્બરના પ્રમુખ બાબુભાઇ ધાનાણી તેમજ મહામત્રી રાજેશ પલણ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં નખત્રાણાની કોલેજ ગ્રાન્ટેબલ કરવી, ખેતી પર નભતા આ વિસ્તારમાં નર્મદાના નીર આપવા, મંજૂર થયેલા એપીએમસીનું કામ સત્વરે કરવું, અધૂરું પડેલું બસ સ્ટેશનનું કામ પૂરું કરાવું, પુરેશ્વર મંદિરની મરંમત કરવી, ધીણધર ડુંગરને પ્રવાસન ધામમાં વિકસાવવું, વર્ષોથી અટકેલા બાયપાસનું કામ સત્વરે ચાલુ કરાવું, નખત્રાણાનો પેચીદો ગટરનો પ્રશ્ન તેમજ નખત્રાણાને અદ્યતન હોસ્પિટલ મળેએ માટેની રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અહીંની લોહાના મહાજન વાડી ખાતે મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Comments
Post a Comment