માંગ કચ્છી ભાનુશાલી દેશ મહાજને આઇસોલેશન સેન્ટરની મંજૂરી માંગી

ભુજ. કચ્છી ભાનુશાલી દેશ મહાજન દ્વારા કચ્છ કલેક્ટરને લેખિતમાં આઇસોલેશન સેન્ટરની મંજૂરી બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

પરિવારજનો રોજી-રોટી કમાવવા માટે અન્ય રાજ્યમાં રહે છે
કચ્છી ભાનુશાલી સમાજ મુખ્યત્વે જિલ્લાના સરહદ પરના વિસ્તારમાં રહે છે. જિલ્લામાં વારંવાર પડતા દુકાળ તેમજ કુદરતી આફતોના કારણે રોજી-રોટી કમાવવા રાજ્ય બહારના વિસ્તારોમાં હંગામી વસવાટ કરે છે. આ રજૂઆત અનુસાર હાલમાં કોરોના મહામારીમાં સરકારની ગાઈડલાઈન મુજબ વડીલો તેમજ બાળકો ઘરમાં રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને પરિવારજનો રોજી-રોટી કમાવવા માટે અન્ય રાજ્યમાં રહે છે. ઘણા પરિવારો પાસે પોતાના મકાન ન હોવાના કારણે સમાજવાડી અને વૃદ્ધાશ્રમમાં આશરો લેવું પડે છે. આવા પરિવારો કોરોના રોગના લક્ષણમાં પોઝિટિવ હોય અને તેના પરિવાર નેગેટિવ હોય તેમને આઇસોલેશન કરવા માટે ભુજ મધ્યે સરકારી ધારાધોરણ મુજબ આઇસોલેશન સેન્ટરની પરવાનગી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સેન્ટર ચલાવવા માટે જમવાનું, રહેવાનું, મેડિકલ તેમજ અન્ય કોઈ પણ પ્રકારના આઇસોલેશનનો ખર્ચ તેઓની સંસ્થા ભોગવશે. સરકારની મહામારી સામેની લડતમાં સહભાગી થવા તેમજ સેન્ટર સરકારના નિયમ પ્રમાણે ચલાવવાની ખાતરી આપી હતી તેમ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ભાનુશાલી તથા મંત્રી ગોવિંદભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું.

Comments