ગીર વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદની મજા લેતો જંગલ નો રાજા કેમેરામાં કેદ થયો, વીડિયો વાઈરલ


સિંહનો અદભુત નજારો ખેડૂતે મોબાઈલમાં કેદ કર્યો

ગીરગઢડા. ગીરગઢડામાં વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વચ્ચે એક સિંહ વરસાદની મજા લેતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. એક ખેડૂતે સિંહનો આ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
ગીરગઢડામાં એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ સિંહ વરસાદની મજા લઈ રહ્યો હતો જે વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક ખેડૂતે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સિંહનો આ અદભુત નજારો નિહાળ્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Comments