દરોડા / નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનું કૌભાંડ સુરતમાંથી પકડાયું, 5ની ધરપડક કરી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સુરતમાંથી ટોસિલિઝૂમેબ ઈન્જેકશનનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યા પ્રમાણે ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ડૉ. દેવાંગ શાહને દર્દીને ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન આપતી વખતે શંકા ગઈ હતી અને આ બાબતે તેમણે ફરિયાદ પણ કરી હતી. જે અંગે તંત્રના અધિકારીઓએ ડોક્ટર તથા દર્દીના સગાની આ ઇન્જેકશન ક્યાંથી ખરીદી લાવ્યા હતા તેની તપાસ કરી હતી. જેમાં સાબરમતીમાં આવેલી M/s. Maa Pharmacyના આશિષ શાહ પાસેથી 1.35 લાખ રૂપિયામાં બિલ લીધા વગર આ ઇન્જેક્શન લીધું હોવાનું જાણવા મળ્યું હતું અને તપાસને અંતે સુરતના સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડા પાડતા સમગ્ર ઘટનાની પોલ ખૂલી ગઈ હતી. આ મામલે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સોહેલ ઇસ્માઇલ, નિલેશ લાલીવાલા, અક્ષય શાહ, હર્ષ ઠાકોર અને આશિષ સાહનો સમાવેશ થાય છે.
ઇન્જેક્શન વાપર્યા પછી તબીબને શંકા ગઈ
ડોક્ટરે દર્દી લતાબેન બલદુઆને ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન 400 મિ.ગ્રા (એક્ટેમરા) પ્રિસ્ક્રાઈબ કરવામાં આવ્યું હતું. દર્દીના સગાએ ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન (એક્ટેમરા) 250 એમ.જી./એમ.એલ. USP Grade for I.M. Only, 10 X 1 ML Ampoulesના 3 બોક્સ Mfg.Genic Pharma લાવીને આપવામાં આવ્યું હતું. ડોકટરને વાપર્યા પછી ગુણવતા બાબતે શંકા જતા તબીબ દ્વારા ફરીયાદ કરાઈ હતી.
ડોક્ટરે દર્દી લતાબેન બલદુઆને ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન 400 મિ.ગ્રા (એક્ટેમરા) પ્રિસ્ક્રાઈબ કરવામાં આવ્યું હતું. દર્દીના સગાએ ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન (એક્ટેમરા) 250 એમ.જી./એમ.એલ. USP Grade for I.M. Only, 10 X 1 ML Ampoulesના 3 બોક્સ Mfg.Genic Pharma લાવીને આપવામાં આવ્યું હતું. ડોકટરને વાપર્યા પછી ગુણવતા બાબતે શંકા જતા તબીબ દ્વારા ફરીયાદ કરાઈ હતી.
તંત્રએ દરોડો પાડતા પોલ ખૂલી
આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સુરત કચેરીના અધિકારીઓએ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલિંગ મશીન, સિલિંગ મશીન, કોડિંગ મશીન સહિત બનાવટના કાચા દ્રવ્યો, પેકિંગ મટીરીયલ મળી આવ્યું હતું. ઘરની અંદર મળી અવેલા મીની મશીન સાથે 8 લાખનો મુદ્દામાલ ફોર્મ-16 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ સમગ્ર તપાસમાં સંડોવાયેલ સોહેલ ઇસ્માઇલ તાઇએ બનાવટી NANDROLONE DECANOATE 250 MG /ML Mfg. Genic Pharmaના નામનો ઉપયોગ કરી ઉત્પાદન કરી Genic Pharma નામના ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ૨૫૦ એમ.જી. / એમ.એલ. (એક્ટેમરા)ના બનાવટી લેબલ બનાવી હર્ષ ઠાકોર તથા નિલેશ લાલીવાલા સાથે રહીને કૌભાંડ કરતા હોવાનું પકડાયું છે.
મળી આવેલા ઇન્જેક્શનની યાદી
- REXOGEN 100 INJ 3X10 AMP
- TRENAXIP-100 INJECTION 3X10 AMP
- TESTOSTERONE INJECTION 3X20 VIALS
- BOLDENONE INJECTION 3X20 VIALS
- TESTOSTERONE API 4X20 GMS APPROX
- BOLDENONE API 4X20 GMS APPROX
- STANOZOLOL API 4X20 GMS APPRO
Comments
Post a Comment