કચ્છમાં ગુરુવારે વધુ 11 વ્યક્તિને કોરોનાએ જપટમાં લીધા છે, તો 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે

  • અંજાર શહેરમાં 5 તો ગાંધીધામ, ભચાઉ અને રાપરમાં પણ એક-એક કેસ
  • જિલ્લામાં એક જ દિવસે 14 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા
  • કચ્છમાં ગુરુવારે વધુ 11 વ્યક્તિને કોરોનાએ જપટમાં લીધા છે, જેથી અત્યાર નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 288 ઉપર પહોંચી ગયો છે. તો 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જેથી અત્યાર સુધી સાજી થયેલી વ્યક્તિની કુલ સંખ્યા 184 થઈ ગઈ છે. જોકે, હોસ્પિટલમાં સારવાર લેનારાઓનો આંકડો સતક તરફ આગળ વધતો હોય એમ 91 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

    અંજાર શહેરમાં 30 વર્ષીય મીતા વિવેક જોશી, 34 વર્ષીય હરસિદ્ધ જશવંત પંડ્યા, 70 વર્ષીય લીલાવંતી રમણીકલાલ, 38 વર્ષીય વિક્રમ રમણીકલાલ દોશી, 48 વર્ષીય કલ્પનાબેન વોરા, અંજાર તાલુકાના વીડીમાં 46 વર્ષીય કેશવજી સોરઠિયા, મેઘપર બોરીચીમાં 42 વર્ષીય પ્રવિણ કુમાર, વરસામેડીમાં 24 વર્ષીય અનુજા ગોખલે, ગાંધીધામમાં 48 વર્ષીય ભવરસિંઘ શરવનદાન ચારણ, ભચાઉમાં 43 વર્ષીય કમલા દરજી, રાપરમાં 65 વર્ષીય અમૃતલાલ મહેતાને કોરોનાએ જપટમાં લીધા છે.

    બીજી તરફ તબીબોએ મુન્દ્રાના 21 વર્ષીય ક્રૂ મેમ્બર સાહુદ મુંજાવર, અબડાસાના સાંઘીપુરમના 33 વર્ષીય જલાઉદ્દીન કુતુબુદ્દીન, 48 વર્ષીય બાદશાહ એન. કાદર, 43 વર્ષીય ફિરોઝ આલમ હુસેન, 28 વર્ષીય રબીસ પશુપતિ સિંઘ, 56 વર્ષીય મોહન કુમાર, મોટી બેરના 26 વર્ષીય કિરણબેન ઝાલા, પત્રીના સચીન ગોવિંદ મારંડ, અંજાર શહેરના 48 વર્ષીય પારસંગ ચાૈધરી, અંજાર તાલુકાના મેઘપર બોરીચીના 21 વર્ષીય પુનમબેન ભીલ, 49 વર્ષીય ભગવંત ઉપાધ્યાય, નાની ખાખરના 24 વર્ષીય સ્મિત મોતીવરસ, 35 વર્ષીય વિશાલ વેદાંતને સારવાર દરમિયાન સાજા કર્યા હતા.

    11માંથી 9ને સ્થાનિકે ચેપ
    કચ્છમાં ગુરુવારે નોંધાયેલા 11 દર્દીમાંથી 9 વ્યક્તિને સ્થાનિકેથી ચેપ લાગ્યો છે. જ્યારે 2 વ્યક્તિને કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે.

    સાૈથી વધુ એલાયન્સે સાજા કર્યા
    કચ્છમાં ગુરુવારે 14 દર્દી સાજા થયા છે, જેમાં ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી 3, આદિપુરની હરિઓમ હોસ્પિટલમાંથી 3, મુન્દ્રાની એલાયન્સ હોસ્પિટલમાંથી 8 દર્દીનો સમાવેશ થાય છે.

Comments