ચિરઈ-સુખપર રોડ માં ભ્રષ્ટાચારે તંત્ર ની પોલ ખોલી માર્ગ ની હાલત ખખડધજ?



ચિરઈ-સુખપર રોડ માં ભ્રષ્ટાચારે તંત્ર ની પોલ ખોલી માર્ગ ની હાલત ખખડધજ? 

માર્ગ અને મકાન વિભાગ પંચાયત ના કામો અંગે અવારનવાર ન્યૂઝ પેપેરો માં ચમકતા રહ્યા છે ત્યારે ચિરઇ થી સુખપર રોડ માં ભ્રષ્ટાચાર ની બુમરાડ ઉઠી છે ત્યારે સ્થાનિક ધનજીભાઈ આહિરે જણાવ્યું હતું કે આ રોડ માં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતાં અમો અરજદારે માર્ગ મકાન વિભાગ પંચાયત ભચાઉ થી માહિતી  અધિકાર હેઠળ માહિતી માંગી હતી પરંતુ આ માહિતી દિવસ 30 માં નહિ મળતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત ના કાર્યપાલક ઈજનેર ને પ્રથમ અપીલ દાખલ કરતા જેની અપીલ સુનાવણી માં દિવસ 15 માં માહિતી પૂરી પાડવા ભચાઉ નાયબ કાર્યપાલક ઈજનેર ને રૂબરૂમાં પણ જણાવ્યું હતું પરંતુ ભચાઉ ના. કા. ઈ.એ કાર્યપાલક ના આદેશ ને ધોળી ને પી ગયા હતાં અને આજદિન સુધી માહિતી પૂરી પાડવામાં નથી આવી આ રોડ માં થયેલ ભ્રષ્ટાચાર ખુલો પડી જવાના બીકે માહિતિ માટે આજકલ કરી માત્ર દિવસો લંબાવ્યા છે આ રોડ  પૂરતા પ્રમાણમાં બન્યુ નથી અને જે રોડ બનાવવામાં આવ્યો છે આમા પણ લોટપાણી ને લાકડા જેવો તાલ છે જેથી અરજદાર ધનજીભાઈ આહિરે 2જી અપીલ માહિતી આયોગ ને કરવામાં આવી છે જો 2જી અપીલ માં પણ માહિતી પૂરી પાડવામાં નહિ આવે તો ના છૂટકે ઊંચન્યાયાલ ના દ્વાર ખખડાવવા ની ફરજ પડશે અને રોડ ના કામ માં ભ્રષ્ટાચાર આચારનાર ને ખુલ્લા પાડવામાં આવ છે તેવુ ધનજીભાઈ આહીર ની યાદી માં જણાવ્યું હતું

અહેવાલ..ભાવેશભાઈ આહીર


Comments