સુનાવણી કોરોના મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટની ટકોર, કહ્યું-માસ્ક ન પહેરનારને 1 હજાર સુધી દંડ ફટકારો, કોઈ નારાજ થાય તેની ચિંતા ન કરો

અમદાવાદ. કોરોનાની મહામારી મામલે હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો પર આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે બહારથી આવતા લોકોને અટકાવવામાં આવે. માસ્ક ન પહેરનારને 1 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે અને જો કોઈ નારાજ થાય તેની ચિંતા સરકારે કરવાની જરૂર નથી.
અમદાવાદમાં માસ્ક ન પહેરનારને રૂ.500નો અને અન્ય વિસ્તારોમાં રૂ.200નો દંડ
ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈના રોજ અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડની રકમ 200થી વધારી રૂ. 500 કરાઈ છે, જ્યારે માસ્ક પહેર્યા વિના બહાર નીકળનારા પાસેથી રૂ. 200ને બદલે રૂ.500 દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદ સિવાય અન્ય શહેરો, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક ન પહેરવા બદલ રૂ.200નો દંડ કરવામાં આવે છે.

Comments