8થી 10 જુલાઇ સુધી હાઇકોર્ટ બંધ રહેશે, 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવતા નિર્ણય

  • અમદાવાદ. ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 જણાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ બંધ રહેશે. જેમાં તારીખ 8, 9 અને 10 જુલાઈ એમ ત્રણ દિવસ હાઇકોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. હાઇકોર્ટની બિલ્ડિંગ સહિત હોલ અને કેમ્પસને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. આગામી 8 અને 9 જુલાઈના રોજ આવતી સુનાવણીઓ હવે આગામી 13 અને 14 તારીખ યોજવામાં આવશે. અનલોક અમલથી થાય બાદ રાજ્યમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યરસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 37636 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

Comments