મોરબી શહેરમાં આજનો પણ ત્રીજો કેસ પોઝીટીવ આવતા તંત્ર ચિંતાતુર : પારેખ શેરીમાં રહેતા વૃધ્ધને લાગ્યું સંક્રમણ
મોરબી શહેરમાં કોરોનાનો સતત વકરી રહ્યો છે અને આજે વહેલી સવારે ૨ કેસ આવ્યા બાદ ફરી એક કેસ પોઝીટીવ આવ્યો છે.જેમાં મોરબીની પારેખ શેરીમાં રહેતા વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે
વઘુ માહિતી મુજબ મોરબીની પારેખ શેરીમાં રહેતા ૬૪ વર્ષના વૃધ્ધને છેલ્લા ૩ દિવસથી તાવ આવતો હતો અને તે મોરબીની ગોકુલ હોસ્પીટલમાં સારવાર માટે ગયા હતા જ્યાં તેનું સેમ્પલ લઈને અમદવાદ મોકલવામાં અવાયું હતું તેની રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. મોરબીના મોટાભાગના પોઝિટિવ આવતા કેસો નાકે મોરબી સિવિલમાં નોંધાઇ છે તે બધા કેસો વધારે પડતા રાજકોટ કે અમદાવાદનું નોંધાઈ રહ્યા છે જે દર્શાવે છે કે મોરબી સિવિલ માં પૂરતા સેમ્પલ લેવામાં નથી આવી રહ્યા માત્ર દેખાવ પૂરતા સેમ્પલ લઇ રહ્યા છે.
જો મોરબીમાં આજરોજ થી હજારો સેમ્પલ લેવાનું ચાલુ કરે તો જ સંક્રમિત લોકોની ઓળખ થઇ શકશે બાકી મોરબીમાં લોકલ ટ્રાન્સમિશન તેનું ભયાનક સ્વરૂપરૂપ ધારણ કરી શકે છે


Comments
Post a Comment