મોરબી એલ.સી.બી. ટીમે કવાડિયા નજીક અધધ 598 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો ...
હળવદના માળીયા હાઈવે પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પોલીસને મળતી હોય છે જેમાં આજે મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા સફળતા પુર્વક અધધ 598 પેટી વિદેશી દારૂ ભરેલ આઇસર ટ્રક ઝડપી પાડ્યો હતો . મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી. જાડેજા અને તેમની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી ....
હળવદ - ધાંગધ્રા - માળીયા - કચ્છ હાઈવે પર પોલીસને સંતાકૂકડી રમાડીની બુટલેગરો વાહન મારફતે દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે મોરબી એલસીબી પોલીસ પી.આઈ. વી.બી. જાડેજા અને સ્ટાફ દ્વારા ચોક્કસ ખાનગી બાતમી મળતા હળવદ તાલુકાના કવાડીયા ગામ નજીકથી ઇંગ્લિશ દારૂ ભરેલ આઈસર ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકીને તલાશી લેતાં તેમાં ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂ વિસ્કીની 598 પેટી મળી આવી હતી . ત્યારે મોરબી એલસીબી પોલીસે ઈગ્લિશ દારૂ ભરેલ ટ્રકને હળવદ પોલીસ સ્ટેશને લાશી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી . આ રેડ દરમિયાન ટ્રક ડ્રાઈવર ત્યાંથી નાસી છૂટ્યો હતો ....


Comments
Post a Comment