ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત, મેદાંતા હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા વિનંતિ કરી


કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડોકટરોની સલાહ મુજબ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી છે. આ અંગે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ આ પહેલા અષાઢી બીજે અને 13 જુલાઈના રોજ ગુજરાત આવવા હતા. પરંતુ મહામારી કોરોનાને પગલે આ બન્ને મુલાકાત રદ કરી હતી. આમ તેઓ છેલ્લે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા હતા.

Comments