મોડી રાત્રે કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં એક ફેક્ટરીમાંભયાનક આગથી ગાંધીધામમાં ઉચાટનો માહોલ : ફાયરબ્રિગેડના ૮ બંબાઓ આગ હોલવવામાં લાગ્યા : તંત્ર ઘટના સ્થળે દોડી ગઈ


, ગાંધીધામઃ કંડલા સેઝમાં આવેલી એક ફેક્ટરીમાં આજે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠી છે . જૂના સેઝમાં આવેલી શ્રી સિદ્ધિવિનાયક નામની કાપડની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હોવાના પ્રાથમિક અહેવાલો છે . આગ એટલી ભીષણ છે કે દૂર દૂર સુધી તેની લબકારા લેતી જ્વાળાઓ દેખાઈ રહી છે . અગ્નિશમન માટે ગાંધીધામ ઈઆરસીના બે , પાલિકાના બે અને કાસેઝના ચાર ફાઈર ફાઈટર સહિત 8 બંબાઓ કામે લગાડા

શનિવારની રાત્રે આગ ફાટી નીકળી હતી . જોત જોતામાં મોડી રાત સુધીના આગ વ્યાપક બનીને ફેલાઈ ગઈ હતી અને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું . જેની જ્વાળાઓ એટલી વિશાળ હતી કે તેને દૂર થી જોઈ શકાતી હતી . આગને કાબૂમાં લાવવા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સહિત ૮ જેટલા ફાયર ફાઇટરો પાણીનો મારો મોડી રાત સુધી ચલાવી રહ્યા છે . આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી , તેમજ હજી સુધી કોઈ હતાહત થયું હોવાનું પણ સામે આવ્યું નથી . સામાન્ય રીતે શની અને રવિવારે ઝોનના કામો બંધ રહેતા હોય છે

 

Comments