નિર્ણય / જિલ્લામાં તહેવારો અને મેળાઓની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ

ભુજ. જિલ્લામાં આગામી તા.12/8ના જન્માષ્ટમી, તા.15/8 થી 21/8 પર્યુષણ, તા.22/8થી 1/9 સુધી ગણેશ મહોત્સવ, તા.29/8 થી 30/8 મહોરમના તહેવારની ઉજવણી થનાર છે. રાજયમાં હાલની કોરોના મહામારીની સ્થિતિને લક્ષમાં લેતાં આગામી ધાર્મિક તહેવારો દરમ્યાન જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકા માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા/સરઘસ તથા શોભાયાત્રા જેવી પ્રવૃતિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની અને સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી અર્થે ઉપરોકત તમામ પ્રવૃતિઓ પર જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. દ્વારા પ્રતિબંધ ફરમાવામાં આવ્યું છે.

Comments