કચ્છમાં 25 પોઝિટિવ કેસ, 20 સાજા થયા, સાૈથી વધુ અંજાર અને માંડવીમાં ઉમેરાયા

કચ્છમાં સોમવારે શહેરોમાં 19 અને ગ્રામ વિસ્તારમાં 6 મળી કુલ 25 પોઝિટિવ કેસ ઉમેરાયા છે, જેથી અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 1142 ઉપર પહોંચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેરમાં 3, માંડવી શહેરમાં 5, અંજાર શહેરમાં 5, ગાંધીધામ શહેરમાં 4, ભચાઉ નગરમાં 2 મળી શહેરી વિસ્તારમાં કુલ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ અંજારના ગ્રામ્ય વિસ્તારમાં 3, ગાંધીધામ ગ્રામ્ય વિસ્તારમાં 1, માંડવી ગ્રામ્ય વિસ્તારમાં 1, મુન્દ્રા ગ્રામ્ય વિસ્તારમાં 1 મળી ગ્રામ્ય વિસ્તારમાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળીને કુલ 25 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંકડો 822
ભુજ તાલુકામાં 3, માંડવી તાલુકામાં 1, અંજાર તાલુકામાં 10, ગાંધીધામ તાલુકામાં 5, અબડાસા તાલુકામાં 1 મળીને કુલ 20 દર્દીઓ સાજા થયા છે. આમ, અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંકડો 822 ઉપર પહોંચી ગયો છે.


માંડવીમાં કોવિડ-19નાં દર્દીઓ માટે 10 આઈ.સી.યુ. સાથે 100 બેડની સુવિધા
માંડવીમાં કોવિડ-19નાં દર્દીઓ માટે 100 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યુ. એપેડેમિક એક્ટ હેઠળ માંડવીની સર્વ સેવા સંઘ સંચાલિત એંકરવાલા જનરલ હોસ્પિટલ જે 100 બેડ, જેમાં 100 બેડ આઈ.સી.યુ.ની સુવિધા સાથે લોકોની સારવાર માટે અનુબંધિત કરવામાં આવી.

નામો અને વિસ્તાર જાહેર નહીં થાય
ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી, જેથી ચુકાદા પ્રમાણે પ્રેસનોટનું ફોરમેટ બદલવામાં આવ્યું છે, જેમાં નામ, સરનામા સહિતની વિગતો દર્શાવાઈ નથી. એવું જણાવાયું હતું.

267 દર્દી સારવાર હેઠળ
કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા પોઝિટિવ 1142 કેસમાંથી હજુ 267 દર્દીઓ સારવાર હેઠળ છે.

Comments