- સંજય દત્તનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો, જે નેગેટિવ આવ્યો છે
- ICUના નોન કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે
મુંબઈ. ફિલ્મ અભિનેતા સંજય દત્તને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો પ્રમાણે 61 વર્ષિય સંજય દત્તને ઓક્સિજનનું સ્તર ઘટી જતા અને બેચેનીની ફરિયાદ કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આનન-ફાનનમાં તેમનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. RT PCR માટે તેમનો સ્વાબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમને ICUના નોન કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
Comments
Post a Comment