કચ્છમાં સાતમે પડ માંડીને બેઠેલા 84 જણા 2લાખની રોકડ સાથે જબ્બે : 5 ફરાર

પૂર્વ પશ્ચિમ કચ્છમાં સાતમે જુગારના હાટડા માંડીને બેઠેલા 84 જણાઓ પોલીસની ઝપેટે ચડ્યા હતા તેમના કબજામાંથી 2,07,561 રૂપિયાની રોકડ તેમજ મોબાઇલ તથા વાહન મળીને કુલ રૂપિયા 4,22,980નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે પાંચ ખેલીઓ નાસી જવામાં સફળ રહયા હતા.

ભુજ
ભુજ-મુદ્રા રોડ પરથી સાગર બંગ્લોઝમાં કિશન મનહરલાલ સલાટના રહેણાકના મકાનમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉગરાવીને ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને સંચાલક કિશન સલાટ, અમિત નરેન્દ્રભાઇ જોષી રહે છઠ્ઠી બારી, રાજન લાલજીભાઇ ઠકકર રહે ઉમેદનગર, અભય મનહરલાલ સલાટ સાગર બંગ્લોઝ, ચીંતન હરીગર ગુસાઇ રહે માધાપર, વીકાસ દિનેશભાઇ કંસારા રહે માધાપર, પ્રબોધ નરશીભાઇ ઠકકર રહે જેષ્ઠાનગર, સુનિલ મોહનલાલ જોષી રહે વોકળા ફળિયા, ધવલ દિલીપભાઇ જોષી રહે માધાપર સહિત નવ જણાઓને 29 હજારની રોકડ રકમ તેમજ 45 હજારના 8 મોબાઇલ અને 60 હજારના બે વાહનો મળી 1,34,000ના મુદામાલ સાથે ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

માનકુવા
ભારાપરના સથવારા ફળિયામાં પોલીસે છાપો મારીને હરેશ ભાણજી સથવારા, કિશન કિશોર સથવારા, રમેશ માવજી સથવારા, કિશન જયરામ સથવારા, નારાણ જયરામ સથવારા સહિત પાંચ જણાને માનુકવા પોલીસે 6,120ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

પધ્ધર
ધાણેટી ગામે કોલીવાસમાં જાહેરમાં જુગાર રમતા જાહેરમાં જુગાર રમી રહેલા ખીમજીભાઇ જુસાભાઇ કોલી, ભરત શામજીભાઇ કોલી, કાનજી જેસાભાઇ સામળીયા, ઉપદેશ જેસાભાઇ સામળીયા, ભીમા સામજીભાઇ કોલી રહે પાંચે ઘાણેટીવાળાઓને પધ્ધર પોલીસે રૂપિયા 5,330ની રોકડ રકમ સાથે દબોચી લીધા હતા.

મુન્દ્રા
મુન્દ્રા તાલુકાના બગડાના રામદેવ મંદિર પાછળથી શંભુ વેલાભાઈ ચાવડા(40)અને દેવનંદન કોલેશ્વર ભગત(52)ને 10200ની રોકડ અને 7,000ના બે મોબાઈલ મળી કુલ્લ 17,200ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.જયારે અન્ય બે ખેલી શંભુ મંગાભાઇ ચાવડા તથા દેવા તેજા ચાવડા(રહે સર્વે બગડા)ને ભાગી જવામાં સફળતા મળી હતી.અન્ય દરોડામાં શેખડીયાના તળાવમાંથી ગુલામ હાજી જામ(વાઘેર), દાઉદ વલીમામદ વાઘેર, અકબર સાલેમામદ વાઘેર,સલીમ મામદ વાઘેરાને રૂપિયા 3,210 રોકડ સાથે મરીન પોલીસે ઝડપી લીધા હતા.

નખત્રાણા 
નખત્રાણાના મેઇન બજારમાં સુથાર શેરીમાં રહેણાકના મકાનની બહાર જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા બટુકભાઇ વિશનજીભાઇ સોની, પ્રેમજીભાઇ શીવદાસભાઇ સુરાણી, યોગેશ નરશીભાઇ રાજાણી, સુરેશ વિશ્રામભાઇ સોની, હરેશ મનસુખલાલ દરજી સહિત પાંચ જણાઓ રૂપિયા 10,850ની રોકડ રકમ સાથે ઝડપાઇ ગયા હતા. નખત્રાણા પોલીસે કાર્યવાહી કરી હતી.

નિરોણા
ખારડીયા ગ્રામની પંચાયતની પાછળ બંધ પડેલ પ્રાથમિક શાળાના એક ઓરડામાં જુગાર રમી રહેલા ચેતનગીરી વેલગીરી ગોસ્વામી, કાયાવાલા મહેશ્વરી, ઇસ્માઇલ સુમાર ધાડીયા, કાયા વાલા મહેશ્વરીને પોલીસે ઝડપી લીધા હતા. તેમના કબજામાંથી 5,050 રોકડા રૂપિયા અને એક હજારના બે મોબાઇલ મળી 6,050નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસને જોઇ ફકીરમામદ ઇબ્રાહિમ ધાડીયા, લાલજી કાનજી જાડેજા, અને મોહન મીઠુ આહિર નાસી જવામાં સફળ રહયા હતા. નિરોણા પોલીસે નાસી જનારાને ઝડપી લેવા તપાસ કરી છે.

કોટડા મઢ
લખપત તાલુકાના કોટડામઢ ગામના બસ સ્ટેશન પાસે ગંજીપાના વળે જુગાર રમતા હારૂન કાસમ રાયમા, અબ્દુલ હારૂન રાયમા, પરબત સુરજી જેપાર, મામદ કાસમ રાયમા, મહેશ ગોકુળદાસ શાહ, અબુબકર આમદ રાયમા સહિત 6 જણાઓને રૂપિયા 34,540ની રોકડ રકમ, અને 3 હજારની કિંમતના ત્રણ મોબાઇલ તેમજ 28 હજારની કિંમતની ત્રણ બાઇક સહિત 65,540ના મુદામાલ સાથે પકડી પાડી દયાપર પોલીસે ગુનો નોંધ્યો હતો.

નારાયણ સરોવર
લખપત તાલુકાના પીપર ગામે મફતનગરમાં જાહેરમાં જુગાર રમતા શંકર લધા કોલી, જુમા ખેંગાર મહેશ્વરી, ભીમજી સુમાર મહેશ્વરી, મનજી કાનજી મહેશ્વરી, મનજી સુમાર મહેશ્વરી, નાથા ઉર્ફે જુસો ડાડુ મહેશ્વરી, નારાણ બુધા મહેશ્વરી, કારા આચાર કોલી, ગોપાલ ભીમજી માતંગ, સુમરા ઇશાક જત, નાનજી ઉર્ફે નારાણ ઉર્ફે નારૂ કાનજી મહેશ્વરી,કાનજી ઉર્ફે કાન્તિ મુળજી મહેશ્વરી સહિત 12 જણાને રૂપિયા 14,600ની રોકડ અને 1,500ના બે મોબાઇલ સહિત 16,100ના મુદામાલ સાથે પકડી પાડી પોલીસે ગુનો નોંધ્યો હતો.

આદિપુર
​​​​​​આદિપુરના વોર્ડ-4/બી ના પ્લોટ નંબર-301 માં આવેલી દુકાન નંબર 2ની બહાર લાઇટના અજવાળે ગંજી પાના વડે જુગાર રમી રહેલા મેઘપર બોરીચીના તરૂણ ઉર્ફે ટીચકુ ધનરાજ રતવાણી, આદિપુરના સુરેશ સુગનોમલ હીરાણી, હરેશ લાલચંદ ઉતવાણી, પ્રકાશ અરજણદાસ સોની અને રૂપેશ અરજણદાસ સોનીને રૂ.19,200 રોકડા અને રૂ.16,000 ની કિંમતના 4 મોબાઇલ સહિત કુલ રૂ.35,200 ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી લીધા હતા.

રાપર
રાપર તાલુકાના ફતેહગઢના આંબેડકરવાસમાં ઘરના આંગણામાં જુગટું રમી રહેલા નામેરી ભીખાભાઇ બડીયા, નરશીભાઇ કાજાભાઇ સોલંકી, જ્યંતિ મનજીભાઇ સોલંકી, અરવિંદ ડામાભાઇ રાઠોડ અને નવિન કરમણભાઇ ધૈડાને રૂ.15,200 રોકડા તથા રૂ.15,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.30,200 ના મુદ્દામાલ સાથે રાપર પોલીસે પકડી લીધા હતા.

અંજાર
અંજારના છ નાળા વિસ્તારમાં અંજાર પોલીસે દરોડો પાડી ધાણીપાસા વડે જુગાર રમતા સૂરજ બુદ્ધિલાલ સથવારા, સચિન વિનોદભાઈ ઠક્કર, ભવન અમતુ સથવારા, જીતેશ હમીર સથવારા, કરણ દિનેશભાઇ સથવારા, સંજય દિલાભાઈ કંસાગરિયા, કિશોર વિજુભાઈ સથવારા, કિશન અમતુ સથવારા, શાંતિલાલ મણિલાલ દેવીપૂજક, ગોવિંદ ઝવેરભાઈ સથવારા, શિવજી ભાનજી સથવારા, રમેશ રેવા દાતણીયા, ભચુ રૂડા કોલી, પ્રેમજી અમતુ સથવારા તથા અમિત ચંદુ સથવારા રોકડ રૂ. 61,320 તથા રૂ. 500ના 1 મોબાઈલ સાથે કુલ રૂ. 61,820ના મુદ્દામાલ સહિત ઝડપાઇ ગયા હતા. જ્યારે રશ રેવા દેવીપૂજક આ દરોડા દરમ્યાન નાસી જવામાં સફળ રહ્યો હતો.​​​​​​​​​​​​​​

અંતરજાળ
​​​​​​​ગોપાલનગર તળાવની પાળે બેસી ધાણી પાસાનો જુગાર રમી રહેલા રામભાઇ પિતામ્બરભાઇ સીલવાણી, નટુભા ધીરૂભા સોઢા, જીતુભાઇ મહાદેવભાઇ પ્રજાપતિ, મુકેશભાઇ કમલેશભાઇ દવે, દેવાભાઇ પાતાભાઇ આહિર, રાજેશભાઇ વયનુભાઇ રાજગોંડ, શનિભાઇ નાનાવટી રાજગોંડ અને વિજયભાઇ લક્ષ્મણભાઇ રાજગોરને રૂપિયા 21,360 રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના 4 મોબાઇલ સહિત કુલ રૂપિયા 31,360 ના મુદ્દામાલ સાથે આદિપુર પોલીસે પકડી લીધા હતા.

Comments