ગુનેગારોની ખેર નથી:વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, જાતિય સતામણી કરવી, સાઈબર ક્રાઈમ આચરનારા સામે ‘પાસા’નું શસ્ત્ર અપનાવશે રાજ્ય સરકાર
- જુગારનો અડ્ડો ધરાવનારા વ્યક્તિ સામે કાર્યવાહી થશે
- સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે
- જાતિય ગુનાઓ સંદર્ભે ‘પોકસો’ના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે
- ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા તૈયારી કરી રહી છે. આધુનિક બદલાતી ટેકનોલોજીમાં વિશ્વ સાથે ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેક્નોલોજી આધારિત ગુનાઓ-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે અને જાતિય સતામણીના ગુનાઓમાં પણ વધારો થયો છે, ત્યારે આ પ્રકારના ગુનાઓ ડામવા અને ગુનેગારોને કકડ સજા કરવા માટે ‘પાસા’ કાયદાની જોગવાઇઓમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી લાવવાના છે.
ગુનેગારોને કડક સજા માટે એક્ટમાં સુધારો કરાશે
અસામાજિક પ્રવૃત્તિઓ-ગુનેગારો સામે સખ્તાઇથી પેશ આવવા ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી મંત્રીમંડળની આગામી બેઠકમાં રજૂ કરશે. મુખ્યમંત્રીએ ‘પાસા’ કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજીક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગુનેગારોને કડક સજા માટે ‘પાસા’ એક્ટમાં સુધારાઓ કરવાનો નિર્ધાર કર્યો છે.

Comments
Post a Comment