દુર્ધટના આદિપુરમાં જાહેર સ્થળે રિક્ષા ચાલકે પેટ્રોલ છાંટી જાત જલાવી

 આદિપુરમાં જાહેર સ્થળે રિક્ષા ચાલકે પેટ્રોલ છાંટી જાત જલાવી

  • પરિવાર સ્વસ્થ થાય બાદ કારણ જાણવા કરાશે પૂછપરછ
  • સવારે બનેલી ઘટનામાં લોકોએ દોડીને બચાવવા પ્રયાસ કર્યો : ભુજમાં સારવાર મળે તે પહેલાં જ બપોરે મોત
  • ગાંધીધામ. આદિપુરમાં ડીસી-5 વિસ્તારમાં એક રિક્ષા ચાલકે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી જાત જલાવી દીધી હોવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે.જો કે આ યુવાને કયા કારણોસર આ અગ્નિસ્નાન કરી લીધું તેનું કાર અકબંધ રહ્યું છે. આ બાબતે રાજનગર અંતરજાળમાં રહેતા ખીમજીભાઇ કરશનભાઇ અવાડીયાએ ભુજ જનરલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં જણાવ્યા મુજબ, આ બનાવ સવારે 10:40 ના અરસામાં બન્યો હતો જેમાં તેમનો 32 વર્ષીય પુત્ર રાજેશભાઇ ખીમજીભાઇ અવાડીયા જે રિક્ષા ચલાવતો હતો.

    આજે સવારે ઘરેથી નિકળ્યા બાદ આદિપુરના ડીસી-5 પાંજોઘર વિસ્તારમાં રાજેશે અગમ્ય કારણોસર પોતાના શરીર પર ડિઝલ કે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દઇ અગ્નિસ્નાન કરી લીધું હોવાની તેમને કરાતાં રાજેશને પ્રથમ રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ બપોરે 12:40 વાગ્યાના અરસામાં તેણે દમ તોડી દીધો હતો. આ બનાવને. કારણે પરિવાર શોકમાં ગરકાવ થયો છે જેના કારણે આદિપુર પોલીસે પણ પરિવાર સ્વસ્થ થાય બાદ કારણ જાણવા પુછપરછ કરાશે તેમ જણાવ્યું હતું.

    જો કે મૃતક રાજેશભાઇના પિતા ખીમજીભાઇને પુછતાં તેમણે વેદના સાથે જણાવ્યું હતું કે રાજેશે કયા કારણોસર આ અગ્નિસ્નાન કર્યું એ સમજાતું નથી. જો કે હાલ જ્યારે કોરોના વાયરસના કહેર વચ્ચે જ્યારે આદિપુરમાં એક કપડાના યુવાન વેપારીએ ધંધો ન હોતાં પોતાની દુકાનમાં ગળે ફાંસો ખાઇ લીધો હોવાની ઘટના પણ બની ચુકી છે ત્યારે શહેરમાં આ ઘટનાને કારણે આર્થિક સંકડામણ કે ધંધાની ચિંતામાં આ પગલું ભરી લીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

Comments